Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વલ્લભીપુરમાં બે મહિના પહેલા બનેલી પશુ દવાખાનાની દીવાલ ઝરમર વરસાદમાં જ ધરાશાઈ: લોકમુખે અનેક ચર્ચા

 

વલ્લભીપુર શહેરમાં આવેલ પશુ પાલન ખાતા દ્વારા સંચાલિત તાલુકા પશુ દવાખાનની માત્ર બે મહિના પહેલા બનેલી દીવાલ ઝરમર વરસાદ વરસતા પત્તાના મહેલની માફક ધરાશાઈ થઈ જતા લોકમુખે અનેકવિધ ચર્ચા જાગી છે

  વલ્લભીપુર શહેરમાં આવેલા તાલુકા પશુ દવાખાનાની બાઉન્ડ્રી દિવાલનું કામ પૂરું થયાને માત્ર બે મહિના જેટલો સમય થયો છે. હાલમાં શહેરમાં માત્ર ઝરમર વરસાદ વરસતા તકલાદી દિવાલનો મોટો ભાગ ધરાશાઈ થઈ જતા દીવાલ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ઈજનેર સહિતના અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.

ત્યારે વલ્લભીપુર નગર પાલિકા સદસ્ય એવા વોર્ડ નંબર બેના દેવાભાઈ ભાણાભાઈ ચાવડાએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે જ્યારે દીવાલ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે થઈ રહેલી નબળી કામગીરી બાબતે એમણે જિલ્લા પંચાયતમાં લેખિત રજુઆત કરી હતી જેનો પરિણામલક્ષી યોગ્ય પ્રતિભાવ મળ્યો હતો. ભાણાભાઈએ ઓન કેમેરા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે ચાલુ કામે એમણે કરેલી વારંવારની રજુઆત બાદ પણ કોઈ ચેકીંગ કે પગલાં ભરવામાં આવ્યા ત્યારે દીવાલ નજીકના ભવિષ્યમાં ધરાશાઈ થઈ જશે નક્કી થઈ ગયું હતું અને ખરેખર એમનો અંદાજો પહેલા વરસાદમાં કમનસીબે સાચો પડ્યો હતો. સાથો સાથ દેવાભાઇએ બાકી બચેલી દીવાલ પણ ચોમાસુ નહિ કાઢે એવી દહેશત વ્યક્ત કરી છે.

કામ ચાલતું હોય ત્યારે ઈજનેર દ્વારા ઉપીયોગમાં લેવાઈ રહેલા માલ-મટિરિયલનું સેમ્પલ લેવાનું હોય છે, નિયમો મુજબની ક્વોલિટી વાળું મટીરીયલ અને માપ જળવાય છે કે કેમ એની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી હોય છે. આમ છતાં આવું નબળું બાંધકામ ચલાવી લેવાનું કારણ શું હોય શકે સહુ કોઈ જાણે છે. ત્યારે જવાબદારો સામે હવે કેવા પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું.

(1:17 am IST)
  • હવામાન વિભાગમાં માત્ર ૯ મીમી વરસાદ નોંધાયો : રાજકોટ : શહેરમાં આજે સવારથી હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓમાં શહેરમાં વિવિધ સ્થળોએ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે રાજકોટ સ્થિત હવામાન ખાતામાં માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાયો છે. બપોરે ૩ વાગ્યે ૯૨% ભેજ સાથે ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. વરસાદી માહોલના પગલે મહત્તમ તાપમાન ગગડ્યુ છે. ૨૭ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયુ છે. access_time 8:49 am IST

  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST

  • ડ્રાઈવિંગ લાયસન્સ માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતાની અનિવાર્યતા ખતમ કરશે સરકાર :હાલમાં વાહન ચાલકને લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી છે;આર્થિક પછાતવર્ગને કામકાજના સંદર્ભે કુશળ લોકોને લાભ પહોંચાડવા બસ,તર્ક,અને માલવાહક,વાહનોના ચાલકો માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતા હટાવવા નિર્ણંય લેવાય શકે છે access_time 12:53 am IST