Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો ;ભારે પવન સાથે વરસાદ :લોકોને ગરમીમાં રાહત

મોડાસા અને ભિલોડામાં પવન સાથે વરસાદ :ઇડર માં ધોધમાર અને પ્રાતીજમાં ગાજવીજ વરસાદ

અરવલ્લી :ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો હતો અનેક શહેરોમાં વરસાદ થયાના અહેવાલ મળે છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો. મોડાસા પંથકમાં પવન સાથે વરસાદ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

  સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં વરસાદનુ આગમન થયું હતુ. ધોધમાર વરસાદથી સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો પ્રાંતિજ સહિત અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.વરસાદ પડતા અસહ્ય ગરમીમાં નગરજનોને રાહત મળી હતી.

 અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ પવન સાથે વરસાદનું આગમન થયુ હતુ. અરવલ્લીના અન્ય તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ.

(8:54 am IST)