Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આણંદમાં હોસ્પિટલમાં તમામ ડોકટરો, સ્ટુડન્ટ અને મેનેજમેન્ટેકાળા કપડાં પહેરી ફરજ ચુક્યા વિના હિંસાનો કર્યો અનોખો વિરોધ

મેડીકલ વિદ્યાર્થીઓએ શેરી નાટક કર્યા ;ઇમર્જન્સી સેવા ચાલુ રાખી

પશ્વિમ બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાની ઘટનાનો આણંદમાં પડઘો પડ્યો હતો આણંદની શ્રી ક્રુષ્ણ હોસ્પીટલ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો.તમામ ડોકટરો, રેસિડ્ન્ટ્સ, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટના કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરી પોતાની ફરજ ચુક્યા વિના વિરોધ નોધાવ્યો હતો.    બીજીતરફ હોસ્પિટલના કર્મચારીઓએ 'હું ડોકટર્સ પર થયેલ હિંસાનો વિરોધ કરુ છુ' તેવુ લખેલા બેજિસ પહેરવા સાથે પોસ્ટર પણ લગાવ્યા હતા. તેમજ મેડીકલ વિદ્યાર્થીઓએ શેરી નાટક યોજી લોકોમાં જાગ્રુતિ ફેલાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી.

(11:47 pm IST)