Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અંબાજી હડાદ રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ લોકોના કરૂણમોત

બામણોજ ગામ પાસે સર્જાયોઅકસ્માત :એક મહિલા સહીત ત્રણ મોત ;મૃતકો બાવળ કાઠીયાના રહેવાશી

અંબાજી હડાદ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણ લોકોના કરૂણમોત નિપજ્યા છે અજાણ્યો વાહન ચાલાક બાઇકને અડેફેટે લઇને ફરાર થયો હતો આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે.

   અકસ્માતની ઘટનાની જાણ અન્ય રાહદારીઓએ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણે લોકોના મોત થઈ ચુક્યા હતા. પોલીસે અકસ્માતની ઘટના કેવી રીતે થઈ તે જાણવાની કોશિસ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

, મરનાર ત્રણે વ્યક્તિ બાવળ કાઠીયા ગામના રહેવાસી છે. અકસ્માતમાં મોતને ભેટવામાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માત અંબાજી હળાદ રોડ પર બામણોજ ગામ પાસે સર્જાયો હતો.

(9:46 pm IST)