Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આબુ અંબાજી રોડ પર રાજસ્થાન રોડવેઝની બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણમોત :12 લોકોને ઇજા

અંબાજી રોડ પર શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત સર્જાયો:ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા

બનાસકાંઠામાં આબુરોડ-અંબાજી રોડ પર રાજસ્થાન રોડવેઝની બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કરૃણમોત નિપજ્યા છે જયારે 10થી દવહુ લોકોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે

  અંગે મળતી વિગત મુજબ અંબાજી રોડ પર શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો જીપનો આગળનો ભાગ કૂચડો વળી ગયો હતો.

અંબાજીમાં સોમવારે જીપ અને એસટી બસનો અકસ્માત થયાની ઘટના બની છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોને 108ની મદદથી પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા.

. જાણવા મળ્યા મુજબ ઘાટીમાં થયેલા અકસ્માતમાં રાજસ્થાન પરિવહનની RJ 24 2238 બસ હતી જ્યારે રાજસ્થાન પાસિંગની rj 24 ta 0630 જીપ હતી. અકસ્માત સરજ્યા બાદ બસ ચાલક ફરાર થઇ ગયો હતો.

(10:11 pm IST)