Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ગાંધીનગરમાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવીન કચેરીનો કાર્યારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ ;કુલ ૩૭૩૪ લાભાર્થીઓને વિવિધ સહાય-લોન અંતર્ગત ૧૬,૫૯ કરોડનું ધિરાણ અપાયું

 ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ની નવીન કચેરીનો કાર્યારંભ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

   સેક્ટર ૧૦(બી)ના કર્મયોગીભવનમાં કાર્યરત થયેલી આ કચેરી રાજ્યની અતિપછાત જાતિઓની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક સ્થિતિ સુધારવા અંગે વિવિધ યોજનાઓ તૈયાર કરી તેની મંજૂરી અને અમલીકરણની કામગીરી કરે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અતિપછાત સમાજ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને ગુજરાત અનુ. જાતિ - અતિપછાત વિકાસ નિગમને ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)નું ૨૦૧૭માં સન્માનજનક નામાભિધાન કર્યું છે. 

     આ નિગમ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૩૪ લાભાર્થીઓને વિવિધ સહાય-લોન અંતર્ગત કુલ ૧૬ કરોડ ૫૯ લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે

 આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ-નવી દિલ્હીના સહયોગથી સીધા ધિરાણ યોજના અન્વયે માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ, મહિલા સમૃદ્ધિ યોજના, પેસેન્જર ઓટો રિક્ષા માટે ધિરાણ, ઇ-પેસેન્જર રિક્ષા - કેરિયર વાહન માટે તેમજ ઊંટ લારી માટે ધિરાણ આ નિગમ આપે છે.

 

 

(9:14 pm IST)