Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જન્મના સમયે હસીને લોકોને આશ્ચર્યમાં મુકી દેનાર સુરતની માસુમ બાળાને પેઇનલેસ સિન્ડ્રોમની બિમારીઃ ગમે તેવી ઇજા થાય તો પણ દર્દ થતું નથી

સુરતઃ સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં રહેતા મોહસીન પઠાણને ત્રણ બાળકો છે. જેમાં સીફા તેમની બીજી દીકરી છે. હાલ તે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. સીફાએ જન્મના સમયે હસીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને હાલમાં પણ તે પોતાના રોગના કારણે લોકોમાં કુતુહલ સર્જે છે. સીફાને જોઈ લાગશે કે તે અન્ય બાળકોની જેમ સામાન્ય છે, પરંતુ તે હાલ 'કન્જેનીટલ ઈન સેન્સિટીવી ટૂ પેઈન' નામના રોગથી પીડાઈ રહી છે. આવા રોગનું નામ કોઈએ સાંભળ્યું પણ ન હશે પરંતુ આ રોગ કેટલી હદ્દે મુશ્કેલીઓનું કારણ બની ગયું છે તે સીફાના માતા પિતાની ચિંતા બતાવે છે.

6 વર્ષીય સીફાના રોગને સાધારણ ભાષામાં પેનલેસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. સીફાના પિતાના જણાવ્યાનુસાર જ્યારે સીફા માત્ર આઠ મહિનાની હતી ત્યારે તેના ડાબા હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું. પરંતુ ખબર પડી નહીં. જ્યારે હાથની મુવમેન્ટ બરાબર નહિ થઈ રહી હતી ત્યારે સિવિલમાં સારવાર અર્થે લઈ ગયા. ત્યારે ખબર પડી કે તેને હાથમાં ફેક્ચર છે. 3 વર્ષની ઉંમરમાં તેના હાથમાં સળિયો ઘુસી ગયો, લોહી નીકળતું ગયું, ટાકા લગાવતી વખતે પણ તે રડી નહીં. તેને એહસાસ બધું થાય છે પરંતુ દર્દ થતું નથી. તેના શરીર ઉપર એક બે નહીં પરંતુ 30 જેટલા ઇજાના નિશાન છે.

સીફાની દાદી શમીમબાનુએ જણાવ્યું કે, અમારી દીકરી ખૂબ જ શરારતી છે. આજ કરણ છે કે તેને રમતી વખતે ઇજા પણ ઘણી થઈ જાય છે. પરંતુ તેને ખબર નથી પડતી કે ઇજાઓમાં તેને દુખાવો થાય છે. અમને એની ચિંતા છે કે તેની શરારત તેના માટે જોખમ ન ઉભુ કરી દે.

સીફાની સારવાર કરી રહેલા ડોકટરો અનુસાર આ એક એવો રોગ છે જેનું કોઈ નિદાન જ નથી. આખા વિશ્વના નિષ્ણાંતો અત્યાર સુધી આ રોગની સારવાર શોધી શક્યા નથી. સિફાની છેલ્લા ત્રણ વર્ષથી સારવાર કરી રહેલા ડોકટર શક્તિના જણાવ્યા અનુસાર આ ભારતનો એક માત્ર એવો કેસ છે. વિશ્વમાં આવા 20 જેટલા કેસો છે. ઓ એન સાયબર સેન્સર નવર્સથી જોડાયેલી કૂ સમસ્યાથી આવું થઈ શકે છે. ખાસ આ નર્વસ મગજમાં પીડાનો સંકેત પહોંચાડી શકતી નથી.

સુરતની 3 વર્ષની સિફાની આ બીમારી જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય, પરંતુ આ માસુમના શરીર પર પડેલા નિશાન તેની બીમારીની ચાળી ખાય છે. જે ભારતમાં સૌ પ્રથમ આ કિસ્સો હોવાનું હાલ જાણવા મળે છે.

(6:48 pm IST)