Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વાસદના સુંદણમાં ખેતરના રસ્તા બાબતે બે પરિવારો બાખડ્યા

આણંદ: જિલ્લાના વાસદ તાબે સુંદણ ગામે એક મારામારીના બનાવે ચકચાર મચાવી હતી.જેમાં ખેતરમાં આવવા જવાના રસ્તા બાબતે બે પરીવારો એકબીજાની સામે આવી ગયા હતા. બંન્ને પરીવારજનો દ્વારા લાકડીઓ અને ધારીયા જેવા મારક હથિયારથી હુમલો કરતા બેથી વધુ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે વાસદ પોલીસે ક્રોસ એફઆઈઆર નોંંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનામાં વાસદ પોલીસના જણાવ્યા મુજબ વાસદ તાબે સુંદણ સીમમાં રવિવારે બપોરના સુમારે એક મારામારીની ઘટનાએ નાસભાગ મચાવી હતી.જેમાં મુકેશભાઈ મેલસંગભાઈ જાદવ જે સાંઘી ગામે પાદરા મુકામે રહે છે. રવિવારે તેઓ ચંદુબાઈ મણીભાઈના ઘરે આવ્યા હતા. આ સમયે તેઓ સુંદણ સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. 
 

(5:49 pm IST)