Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આણંદ રૂરલ પોલીસે બાતમીના આધારે નાવલીમાં જુગાર રમતા 9 શખ્સોને રંગે હાથે દબોચ્યા

આણંદ: રૂરલ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે નાવલી ગામે આવેલી સ્વામીનારાયણ સ્કૂલની પાછળ છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં ૯ શખ્સોને ઝડપી પાડીને જુગાર રમવાના સાધનો તેમજ રોકડા ૧૨૧૩૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલા આણંદ રૂરલ પોલીસના જવાનોને હકિકત મળી હતી કે, નાવલી અંધારીયા ચકલા પાછળ આવેલી સ્વામીનારાયણ સ્કૂલની પાછળ કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે દરોડો પાડતાં સુરેશભાઈ રામાભાઈ સોલંકી, વિજયભાઈ મંગળભઈ તળપદા, સંજયભાઈ ગોકળભાઈ પરમાર, કિશનભાઈ ભયલાલભાઈ ઠાકોર, ઈન્દ્રવદનભાઈ લલ્લુભાઈ મકવાણા, વસંતભાઈ રાવજીભાઈ ચૌહાણ, દિનેશભાઈ રમણભાઈ સોલંકી, કિરણભાઈ શાંતિલાલભાઈ પટેલ તથા પ્રીતેશભાઈ કેશવભાઈ મેકવાન ઝડપાઈ જવા પામ્યા હતા. 
તેઓની પાસેથી અંગજડતી તેમજ દાવ પરથી કુલ ૧૨૧૩૦ની રોકડ મળી આવતાં જપ્ત કરાઈ હતી.

(5:48 pm IST)