Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આણંદ તાલુકાના બોરીયાવીમાં પુત્ર વિશે અપશબ્દ બોલવા બાબતે ઠપકો આપતા ઢોર માર માર્યો

આણંદ: તાલુકાના બોરીયાવી ગામે ગત ૧૬મી તારીખના રોજ રાત્રીના સુમારે પુત્ર વિષે ખરાબ બોલનારને ઠપકો આપતા ભત્રીજાએ કાકીને ધક્કો મારીને પાડી દઈ કાંડાના ભાગે ફ્રેક્ચર કરી માર મારતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૬મી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે સવિતાબેન રમેશભાઈ વાઘેલા ઘરની બહાર બેઠા હતા અને તેમનો પુત્ર જીતુભાઈ જમીન બહાર ગયો હતો. દરમ્યાન તેમના જેઠનો પુત્ર મુકેશભાઈ ફુલાભાઈ વાઘેલા આવી ચઢ્યો હતો અને સવિતાબેનને કહેલ કે તારો દિકરો ભિખારી છે, અને બધે માંગતો ફરે છે જેથી સવિતાબેને આવુ ના બોલ તેમ કહીને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા મુકેશભાઈએ જોરદાર ધક્કો મારતાં જમીન પર પડી જતાં કાંડાના ભાગે ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. મુકેશનું ઉપરાણું લઈને ગોવિંદભાઈ તેમજ કાનજીભાઈ પણ આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:48 pm IST)