Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આણંદ નજીક ગામડીમાં યુવતીની આબરૂ લૂંટવાનો પ્રયાસ થતા બચવા નીકળેલ યુવતી ઈજાગ્રસ્ત

આણંદ: નજીક આવેલા ગામડી ગામેથી ગઈકાલે એક યુવતી આબરૂ-જીવ બચાવવા માટે ભાગતા પડી જવાથી ઘાયલ થઈ હતી. જેને સારવાર માટે ૧૮૧ મોબાઈલ વાન દ્વારા આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પુછરપરછ દરમ્યાન યુવતી તેના પ્રેમી સાથે ભાગી જવા માટે આવી હતી પરંતુ પ્રેમી અમદાવાદ ગયો હોય અને તેના ભાઈએ દાનત બગાડતાં યુવતીને ભાગવું પડ્યું હોવાનું ખુલવા પામ્યું છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ નજીક આવેલા ગામડી ઓવરબ્રીજ પાસે મુળ લખનૌનું એક પરિવાર રહે છે. તેમની ૨૧ વર્ષીય યુવતીને તેના જ વતનના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા ગઈકાલે યુવતી તેના પ્રેમી સાથે ભાગી જવા પામે તેના ઘરે આવી હતી. પરંતુ નસીબ સારા ના હોય પ્રેમી અમદાવાદ ગયો હતો. દરમ્યાન પ્રેમીના ભાઈની દાનત બગડતા તેણી ત્યાંથી ભાગી હતી જેથી પેલા યુવકે પીછો કરતાં યુવતી ગામડી ખ્રિસ્તી ફળિયા પાસે આવીને પડી ગઈ હતી. જેમા તેણીને ઈજાઓ થવા પામી હતી. દરમ્યાન ત્યાંના સ્થાનિક યુવકો દ્વારા તેણીને સાત્વંના આપીને પુછપરછ કરતાં ઉક્ત વિગતો ખુલવા પામી હતી. જેથી તુરંત જ ૧૮૧ મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને યુવતીનો કબજો લઈને તેણીને સારવાર માટે નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીને દાખલ કરીને સારવાર કરાઈ રહી છે. 

(5:47 pm IST)