Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વડોદરા શહેરના નવા મેયર બનતા ડૉ જીગીશાબેન શેઠ : ડેપ્યુટી મેયર તરીકે જીવરાજ સિંહ ચૌહાણ, સ્ટેન્ડિગના ચેરમેન પદે સતીષભાઈ પટેલ અને દંડક તરીકે અલ્પેશભાઈ લિંબાચિયાની થઈ વરણી

વડોદરા : શહેરમાં નવા મેયર અને સ્ટેન્ડિગ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. આ વખતે વડોદરામાં મહિલા મેયર ડૉ જીગીશાબેન શેઠ બનતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. નિયમ મુજબ આ વખતે પણ મેયર પદ માટે મહિલાને સ્થાન મળ્યુ છે.

તો આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે જીવરાજ સિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે સતીષ પટેલની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે અલ્પેશ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મહિલા મેયર રંજન ભટ્ટ રહી ચુક્યા હતા.

વડોદરાના નવા મેયર ડૉ જીગીશાબેન શેઠે કાર્યકર્તાઓનો ખુબ આભાર માન્યો હતો. આ અંગે તેમણે જણાવ્યુ કે મને ખુબ મોટી જવાબદારી સોપવામાં આવી છે. તેને હું સક્ષમતાથી નિભાવીશ. આ સાથે જ કહ્યુ કે સ્ટેન્ડિંગ કમિટિનો અનુભવ મને કામ લાગશે એટલુ જ નહીં સૌથી વધુ સ્વસ્છતા અને સ્વાસ્થ્યના મુદાને પ્રાધન્ય અપાશે.

(5:14 pm IST)