Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વડોદરાના અનગઢના ડોકટરની કામલીલાના કમ્પાઉન્ડરે ૧૩૫ વિડીયો ઉતાર્યા હોવાનો ખુલાસો

પેન ડ્રાઇવમાંથી ૨૫ વીડિયો પોલીસને મળ્યા : ઉપસરપંચે તબીબ પાસેથી રૂ. ૫ લાખનો તોડ કર્યો?

વડોદરા તા. ૧૮ : વડોદરામાં ભારે ચકચાર જગાવનાર અનગઢ ગામના તબીબના દુષ્કર્મકાંડના ૧૩૫ વિડીયો ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે.

અનગઢ દુષ્કર્મ કેસમાં ડોકટરની કામલીલાના ૧૩૫ વીડિયો ઉતાર્યા હોવાનો ખુલાસો કંપાઉન્ડર દિલીપ ગોહિલે પોલીસ પૂછપરછ કર્યો છે. કંપાઉન્ડર પાસેથી મળેલી પેન ડ્રાઇવમાંથી ૨૫ જેટલા વીડિયો પોલીસને મળ્યા છે.

વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં ડો. પ્રતિક જોષી સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ બાબત હવે નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલીસે આ કેસમાં આરોપી દિલીપ ગોહિલની સઘન પૂછપરછ કરી હતી. જેમાં દિલીપ ગોહિલે પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસાઓ કર્યા છે. દિલીપે ડોકટરના મહિલાઓ સાથે કામલીલા કરતા ૧૩૫ જેટલા વીડિયો ઉતાર્યા હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. દિલીપે મોબાઇલમાંથી અનેક વીડિયો ડિલીટ પણ કર્યા હતા. આ ઉપરાંત દિલીપે કેટલાક વીડિયો તેના ચાર મિત્રોને મોકલ્યા હોવાની પણ કબૂલાત કરી છે.

અનગઢના ઉપ સરપંચે વીડિયોના આધારે તબીબ પાસેથી ૫ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત પણ દિલીપે સ્વીકારી હોવાની માહિતી મળી છે.(૨૧.૩૧)

(4:01 pm IST)