Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

એસ.ટી.ના નિવૃત કર્મચારી સંઘની ૧૦મી ચિંતન શિબિર ૨૪ - ૨૫ જૂન પાવાગઢમાં મળશે

હાઈકોર્ટમાં થનાર કેસ-એસ.ટી.નો જવાબ-સાતમા પગાર પંચ અંગે વિગતો અપાશે

રાજકોટા તા ૧૮ :  ગુજરાત એસ.ટી. ના નિવૃત કર્મચારી સંઘાી ૧૦ મી ચિંતન શિબીર આગામી તા.૨૪/૨૫ જુનના 'પાવાગઢ તળેટી કિલ્લાની અંદર' શિવશકિત નિવાસ ધર્મશાળા' ખાતે રાખવામાં આવેલ છે. નિવૃત કર્મચારી સંઘના પ્રમુખ ચેતનકુમાર દેશાઇની અધ્યક્ષતામાં મહામંત્રી કે.કે. દુધાત્રાની ઉપસ્થિતીમાં ગુજરાતભરના એસ.ટી. ના નિવૃત (બી.એમ.એસ.) ના સભ્યો આ શિબીરમાં એક વ્યકિતની શુલ્ક ફી રૂા પ૦૦/- ભરીને ભાગ લેનાર છે. ચિંતન શિબીરમાં એસ.ટી.ના નિજૃત કર્મચારીના ૧૫ પડતર પ્રશ્નો અંગે તા. ૧૬/૪/૨૦૧૮ ના એસ.ટી. નિગમનાએમ.ડી. ને આવેદન પત્ર અપાયેલ. આ અંગે એસ.ટી. તરફથી મળેલ પ્રત્યુતર જણાવવામાં આવશે.

'કેન્દ્રીયશ્રમીક તેન્શન આયોગ' તરફથી હાલ લઘુતમ વેતન આપવામાં આવે છે તે અંગે હાઇકોર્ટમાં કેઇસ કરવા અંગે ફોર્મ ભરાયેલ છે. તે અંગે માહીતી આપવામાં આવશે. (બી.એમ.એસ.) સંગઠન તરફથી તેમના સભ્યોને કેન્દ્રના ધોરણે છેલ્લા પગારના ૫૦ ટકા પેન્શન મળે તેવી કાનુની લડત ચાલુ કરેલ છે. એસ.ટી. ના નિવૃત કર્મચારીઓને ખાતાકીય મુળ-પગારની સજા થયેલ હોય તેવા કર્મચારીને તથા અન્ય સીમીત પગાર મેળવનાર તમામને  મીનીમમ પાંચ હજાર પેન્શન મળે તેવી કાર્યવાહી કરવામાં આવી છે. એસ.ટી. નિગમે છઠા પગાર પંચનો ૨૭ મહીના મોડો અમલ કરેલ છે તેનો લાભ એરીયર્સ સાથે ચુકવી આપવા અંગે તથા સાતમા પગાર પંચનો લાભ તા. ૧-૧-૨૦૧૬ થી આપવા અંગે માહીતી આપવામાં આવશે. ચિંતન શિબિરમાં ભાગ લેનાર સભ્યોએ ૨૩ મી જુન શનિવારના સાંજના પાવાગઢ પહોંચી જવાનું છ ે. વિશેષ જાણ માટે એસ.એમ. બારીયા મો. નં. ૯૦૧૬૦૯૯૭૨૮ નો સંપર્ક કરવોોતેમ રાજય કક્ષાના ઉપ પ્રમુખશ્રી કુરજીભાઇ કે. હરખાણી મો. નં. ૯૪૨૬૧૩૬૭૫૭ ની યાદી જણાવે છે.

(3:53 pm IST)