Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અંતે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને અદાલતે ભાગેડુ જાહેર કર્યા

સીઆઇડીના શોધખોળના વારંવારના પ્રયાસો અને ત્રણ-ત્રણ સમન્સો છતા પૂછપરછ માટે હાજર ન થતા સીઆઇડી વડા દ્વારા પૂર્વ ધારાસભ્ય સામે થયેલી રજૂઆત અદાલતે માન્ય રાખી : નલિન કોટડીયા અને શૈલેષ ભટ્ટ સીઆઇડીના તમામ પ્રયાસો છતા નહિ મળી આવે તો અદાલતમાં જતા અચકાશું નહિ તેવી ૧૫ દિ' અગાઉ 'અકિલા' સાથેની વાતચીતમાં આશિષ ભાટીયાએ આપેલી ખાત્રીનું અક્ષરસઃ પાલન થયુ

રાજકોટ તા.૧૮: કરોડો રૂપિયાના બીટકોઇન્સ મામલે બીટકોઇન્સ પાર્ટ-વનના ફરિયાદી શૈલેષ ભટ્ટનું ગેરકાયદે અપહરણ કરી તેની પાસેથી બીટકોઇન્સ પડાવી લેવાના ચકચારી મામલમાં સીઆઇડીની વ્યાપક શોધખોળ છતા ફરારી રહેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને અમદાવાદની સીટી સેન્સ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે.

અત્રે યાદ રહે કે, બીટકોઇન્સ પાર્ટ-વનના ફરિયાદી શૈલેષ ભટ્ટનું અમરેલીના પૂર્વ જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ તથા તત્કાલિન અમરેલી એલસીબી પી.આઇ અનંત પટેલ દ્વારા કિરીટ પાલડીયા તથા સુરતના એક એડવોકેટ વિગેરેએ કાવત્રુ ઘડી અપહરણ કર્યાની તપાસ દરમિયાન ફરિયાદીના કથન મુજબ આ અપહરણમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની પણ ભૂમિકા હોવાનું ખૂલ્યા બાદ સીઆઇડી દ્વારા નલિન કોટડીયાને પૂછપરછ માટે ત્રણેક વખત સમન્સ પાઠવવા છતા તેઓએ સમન્સને માન આપી સીઆઇડીમાં હાજર રહેવાને બદલે અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.

આ દરમિયાન મિડીયા સમક્ષ નલિન કોટડીયાએ હેબ વિડીયો કલીપ જાહેર કરી કોઇ કયાંય નાશી છુટયા હોવાની વાત ખોટી હોવાનું ભારપૂર્વક જણાવવવા સાથે પોતે ઘેર જ હાજર હોવાનું જણાવી ફરીયાદી શૈલેષ ભટ્ટ વિરૂધ્ધ કેટલાક ચોૈકાવનારા આક્ષેપો પણ કર્યા હતા.

બીટ કોઇન્સ પાર્ટ-ટુની તપાસ દરમિયાન શૈલેષ ભટ્ટ સામે પૂર્વ ધારાસભ્યએ આક્ષેપો સાચા પૂરવાર થયા હતા. પરંતુ તેઓ ઘેર હાજર હોવાની જે વાતો કરી હતી તે મુજબ હાજર રહેવાને બદલે અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.  સીઆઇડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં અમદાવાદ સીટી ક્રાઇમના ટેકનીકલ સર્વેલન્સ તજજ્ઞોને કામે લગાડી નલિન કોટડીયા ચંદીગઢ તરફ હોવાનું ખુલવા પામ્યું હતું એક સમયે તેમનું લોકેશન ધારી તરફની ગૌશાળા તથા ચોકકસ ફાર્મ હાઉસ સુધી મળ્યું હતું પરંતુ સીઆઇડી ટીમો પહોંચે તે પેહલાજ તેઓ ફકરાર થવામાં સફળ બનતા હતા આવી વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ સીઆઇડી વડા આશિષ ભાભટીયાએ અદલતમાંં નલિન કોટડીયાને વારંવાર સમન્સ પાઠવવા છતા હાજર ન થવા સાથે તેઓ સતત ફરારી રહેતા હોવાથી અને સીઆઇડીને તમામ પ્રયાસ  છતા મળી ન આવતા હોવાથી તેમને ભાગેડુ જાહેર કવા કરેેલી દરખાસ્તને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે માન્ય રાખી  તેમને ભાગેડુ જાહેર કરતું વોરન્ટ કાઢયું છે

સુત્રોમાંથી સાપતા નિર્દેશ મુજબ નલિન કોટડીયા માફક આરોપી શૈલેષ ભટ્ટ સામે ગંભીર પ્રકારના આરોપો હોવાથી તેમની અટકાયત કરી પુછપરછ કરવી જરૂરી હોવા છતા તેઓ પણ સતત લાપતા હોવા બાબતે પણ સીઆઇડીએ થોડકી વિશેષ પ્રયાસો કર્યા બાદ તેમને પણ ભાગેડુ જાહેર કરવા અદાલતમાં જશે.

અત્રે એ યાદ રહે કે, બીટકોઇન્સ મામલે ૧પ દિવસ અગાઉજ સીઆઇડી વડા આશિષ ભાટીયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં નલિન કોટડીયા તથા શૈલેષ ભટ્ટ સીઆઇડીના તમામ પ્રયાસો છતા નહિ મળી આવે તો આદલતમાં જતા અચકાશું નહી તેવી વાતચીત કરેલી એ અક્ષરસ સત્ય પુરવાર થઇ છે.

શેલૈષ ભટ્ટ અને કોટડિયા નેપાળ ભાગ્યા?

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. બિટકોઇન કૌભાંડમાં બિલ્ડર શૈલેષ ભટ્ટ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન ભારત છોડીને ફરાર થયા હોવાનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિટકોઇન કેસના મુખ્ય આરોપી ભારત છોડીને ફરાર થઇ ગયા છે. નલિન કોટડિયા નેપાળમાં હોવાનો ખુલાસો થયો છે. જોકે, કોટડિયા પાસે પાસપોર્ટ ન હોવાને કારણે અનેક સવાલો પણ ઊભા થાય છે. બીજી તરફ બિલ્ડર શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે ગાયબ થયો છે.

શૈલેષ ભટ્ટના ભાણેજની ધરપકડ

આ કેસમાં થોડા દિવસો પહેલાબિટકોઇન તોડ મામલોઃ કોર્ટે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કર્યા

હવે પછી કોટડિયાની મિલકતના ટાંચમાં લેવા માટે પણ સીઆઈડી ક્રાઇમ કોર્ટમાં અરજી કરી શકે છે. ટીમે રાજકોટ માંથી શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ જોશીની અટકાયત કરી હતી .CID ટીમે નિકુંજ જોશીની અટકાયત પાઠક સ્કૂલ ખાતેથી કરી હતી અને તેની સદ્યન પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  જયારે CID  ટીમ અટકાયત કરવા માટે આવી ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવી હતી. જેથી લોકોને એવું લાગ્યું હતું કે તેનું અપહરણ થયું છે. જોકે, બાદમાં ખબર પડી હતી કેCID દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

કોણ છે નલિન કોટડિયા?

બિટકોઈન મામલે જેના પર ગાળિયો કસાયો છે તે નલિન કોટડિયા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુ કોટડિયાના ભત્રીજા છે. તેમણે ૧૯૯૫જ્રાક્નત્ન સૌપ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ૨૦૧૨જ્રાક્નત્ન જયારે કેશુભાઈ પટેલે ભાજપથી નારાજ થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે કોટડિયા જીપીપીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. જીપીપીમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટાયા હતા, જેમાં કેશુભાઈ પટેલ અને તેમનો સમાવેશ થાય છે. બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપમાં વિલિનિકરણ થઈ ગયું હતું. રાજયસભાની ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ઘ બેફાન નિવેદનબાજી કરતા હોવા છતાં કોટડિયાએ ભાજપને મત આપ્યો હતો. ભાજપ વિરુદ્ઘ સતત કુપ્રચારથી ૨૦૧૭દ્ગક ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી ન હતી.(૧૭.૧૧)

(3:50 pm IST)