Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભારતમાં બ્રેઇન સ્ટ્રોકનાં ફકત ર થી ૩% દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળે છે

 અમદાવાદ : સોસાયટી ઓફ ન્યુરો વાસ્કયુલર ઇન્ટરવેન્શન્સ દ્વારા અમદાવાદમાં તેની સોસાયટી ઓફ ન્યુરો વાસ્કયુલર ઇન્ટરવેન્શન્સ એન્ડ સ્ટ્રોક સીએમઇની ત્રીજી વાર્ષિક બેઠકનું ત્રિદિવસીય આયોજન કર્યુ છે. જે આવતીકાલે ૧૭મીના રવિવારે પુર્ણ થશે. SNVICOM2018 માટેની થીમ strengthening basics and exploring mu concept છે. આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ૪૦૦ થી વધારે ડોકટર સામેલ થયા છે.

છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય દર્દીઓમાં બ્રેઇન સ્ટ્રોકને કારણે મૃત્યુ પામતી વ્યકિતઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બ્રેઇન વિકલાંગતા આવી શકે છે. અંગો કામ કરતા બંધ થઇ જાય છે. લકવો થઇ જાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે. અત્યારે ઘણા ન્યુરોવાસ્કયુલર રોગોની સારવાર ઇન્ટરવેન્શન સારવાર મારફતે ખોપરી ખોલ્યા વિના થઇ શકે છે. ઓછા માં ઓછા સાધન સાથે સારવારની આ પધ્ધતીનો ઉપયોગ એન્યુરીઝમ બાય કોઇલીંગ મગજમાં સાકડી રકતવાહીનીઓમાં સ્ટેન્ટ મુકવુ બ્લોક થયેલી રકતવાહીનીઓમાંથી લોહીના ગઠ્ઠા દૂર કરવા અને મગજની અસાધારણ રકતવાહિનીઓનું એમ્બોલાઇઝેશન જેવા ન્યુરોલોજીકલ રોગોના ઇલાજ માટે થાય છે. આ ત્રણ દિવસના સેમીનારનો ઉદ્દેશ સ્ટ્રોક વિશે જાણકારી ફેલાવવાનો લોકોને સ્ટ્રોક વિશે સામાન્ય જાણકારીઓથી વાકેફ કરવાનો સારવારના વિવિધ પાસાઓની સમજણ આપવાનો તથા ભારતમાં કેવી રીતે માળખાગત અને હેલ્થકેર સુવિધાઓમાં સુધારો થઇ રહ્યો છે એ વિશે માહિતી પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત સોસાયટી ફોર જનરલ ફિઝીશ્યન્સ દ્વારા ખાસ ઇન્ટરેકટીવ ઇર્ન્ફોમેટીવ સેશનનું આયોજન થયુ છે.

(3:29 pm IST)