Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દિયર-ભાભીના પ્રેમપ્રકારણનો કરુણ અંજામ :સમાજમાં આબરૂ જવાની બીકે બંનેએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

બારડોલીના માંડવીના આંબલી ગામનો બનાવ :કેવડી ડેમ પર ઝાડની ડાળીએ ગળેફાંસો ખાદ્યો

બારડોલીના માંડલી તાલુુકાના આંબલી ગામે દિયર-ભાભીના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે બંને પ્રેમમાં પડ્યા બાદ સમાજમાં આબરૂ જવાની બીકે બંનેએ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર જગાવી છે.

 આ અંગેની વિગત મુજબ  આંબલી ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા એક યુવાનને તેના ફળિયામાં રહેતા તેની ભાભી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવાન અપરિણીત હતો જ્યારે તેના ભાભીને બે સંતાનો હતા. આ બંને પ્રેમીઓ સમાજના રિવાજ પ્રમાણે કોઇ પણ પ્રકારે એક થઇ શકે તેમ ન હતા અને સમાજને જાણ થશે તો આબરૂ જશે તેવો ભય તેમને સતાવ્યા કરતો હતો.આથી બંનેએ ઘેરથી નીકળી કેવળી ડેમ પર એક ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી બંનેએ સાથે ગળાફાંસો ખાઇ જીવતર ટૂંકાવી નાખ્યું હતું પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:41 pm IST)