Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

માણસાના પારસામાં દલિત યુવકને ઘોડી પરથી ઉતારવાના મામલે 10 લોકો સામે ફરિયાદ : એટ્રોસિટીનો ગુન્હો

માણસા તાલુકાના પારસા ગામમાં દલિત યુવકનો વરઘોડો કાઢતા અટકાવીને તેને નીચે ઉતારવાના મામલે 10 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.

   આ અંગેની વિગત મુજબ મહેસાણાનો પ્રશાંત સોલંકી નામનો યુવક જાન જોડીને માણસા તાલુકાના પારસા ગામ ખાતે આવી પહોંચ્યો હતો. ગામમાં આગમન બાદ વરરાજા પ્રશાંત ઘોડી પર સવાર થયો હતો અને ડીજેના તાલે પોતાની ભાવી પત્નીના ઘરે વરઘોડો કાઢીને નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક દરબાર જ્ઞાતિના યુવક આવી પહોંચ્યા હતા અને વરઘોડા કાઢવો નહીં તેમજ ડીજે વગાડવું નહીં તેવી ધમકી આપી હતી. યુવકોએ વરરાજાને ઘોડી પરથી પણ નીચે ઉતારી મૂક્યો હતો. યુવકોએ ધાક-ધમકી આપીને ધોડીના માલિકને પણ ભાગડી મૂક્યો હતો. આ અંગે યુવકના પરિવારના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

(1:11 pm IST)