Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

તાપી બેઝીનમાંથી મહારાષ્ટ્રને પાણી આપવા ગુજરાતનો ઇન્કાર : મોટા સંઘર્ષના એંધાણ ?

તાપી - નર્મદા હવે ગુજરાત - મહારાષ્ટ્ર જળ વિવાદમાં ફેરવાઇ ગયો...

મુંબઇ તા. ૧૮ : હવે તાપી -નર્મદાના પાણીનો વિવાદ ગુજરાત - મહારાષ્ટ્ર જળ વિવાદમા ફેરવાઇ ગયો છે. આંતરરાજય નદી જોડાણ યોજના અંતર્ગત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાપી બેસિનમાંથી ૪૩૪ મિલિયન કયુબિક મીટર પાણી આપવાની માંગ કરી હતી જો કે રૂપાણી સરકારે તાપી બેસિનમાંથી મહારાષ્ટ્રને પાણી આપવાની અસમર્થતા બતાવી દીધી છે

વર્ષોથી આ યોજના વિવાદમાં છે અને વિપક્ષોએ મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર આક્ષેપ કર્યો છે કે ભાજપની મહારાષ્ટ્ર સરકારે - ગુજરાત સામે મહારાષ્ટ્રનાં હિતોને નવે મુકી દીધા છે.

(11:40 am IST)