Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જોષીના મેડિકલ ચેકઅપ વેળા ગુપ્ત અંગ ઉપર ઇજાના નિશાન

અપહરણકારોએ અમાનુષી અત્યાચાર કર્યો હતો : મહિલા સાથે કામલીલા આચરનાર ડોકટરની ઉપ સરપંચ સહિત છ સામે ફરિયાદ : જોષી છ દિવસના રિમાન્ડ પર

અમદાવાદ,તા.૧૭ : વડોદરાના અનગઢ ગામની મહિલાઓ સાથે કામલીલા કરવાના ચકચારભર્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી ડોક્ટર પ્રતિક જોષીને મેડિકલ માટે આજે બાજવા આરોગ્ય કેન્દ્ર અને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાજવા આરોગ્ય કેન્દ્રમાં તેના લોહીના નમૂના અને વીર્યના નમૂના લેવામાં આવ્યા હતા. આ સિવાય ગુદાના ભાગે આરોપીને ઈજા પહોંચાડવામાં આવી હોવાથી તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ગુપ્તાંગ પર ઈજાના નિશાન હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી. બીજબાજુ, હવે આરોપી ડોકટરે પણ તેનું અપહરણ કરી રૂ.૫૦ લાખની ખંડણી માંગનારા ગામના ઉપસરપંચ સહિત છ જણાં સામે ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન પોલીસે આરોપી ડોકટર પ્રતીક જોષીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.વડોદરાના અનગઢ ગામમાં મહિલાઓ સાથે કામલીલા આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા ડો. પ્રતિક જોષીએ અનગઢ ગામના ડે. સરપંચ અને તેના પાંચ સાગરીતો સામે અપહરણ અને રૂપિયા ૫૦ લાખની ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવતાં હવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. કારણ કે, ફરિયાદમાં ગંભીર આરોપ મૂકાયો છે કે, અપહરણકારો ડોક્ટરને એક ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેઓના ગુદામાર્ગમાં લાકડી નાંખીને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને વિડીયો ઉતાર્યો હતો. આરોપીઓ દ્વારા સેક્સ વીડિયોને લઇ તેને અવારનવાર બ્લેકમેઇલ કરી જબરદસ્ત ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસે હવે ડોકટરની ફરિયાદના આધારે પણ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે વેલણવાડા ગામેથી સેક્સ મેનિયાક ડોકટર પ્રતીક જોષીને પોલીસે આખરે ઝડપી લીધો હતો. થોડા દિવસ પહેલાં જ નંદેસરી પોલીસે આરોપી કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં આરોપી કમ્પાઉન્ડરે સેક્સ મેનિયાક ડોકટરના ૧૩૫ જેટલા વીડિયો ઉતાર્યા હતા, જેમાંથી કેટલાક તેણે ડિલીટ પણ કર્યા હતા અને કેટલાક વીડિયો તેણે તેના મિત્રવર્તુળમાં પણ મોકલ્યા હતા. પોલીસે આ સિવાય એક પેન ડ્રાઇવમાંથી પણ ૨૫ જેટલા અન્ય વીડિયો જપ્ત કર્યા હતા. તો પોલીસની તપાસમાં, દુષ્કર્મ બાદ વીડિયો ઉતારવાના કેસમાં ગામના જ કેટલાક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડૉક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પણ બહાર આવ્યુ હતું. જેમાં અનગઢ ગામના ઉપ સરપંચની પણ તેમાં ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસ દરમ્યાન ડો.પ્રતીક જોષીના ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી.  ગામના ઉપસરપંચે ડોકટરનો રૂ.પાંચ લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો પણ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે પોલીસ સમક્ષ કર્યો હતો. જેથી પોલીસે વધુ ઉંડી તપાસ કરતાં આ દિશામાં પણ મહ્ત્વના ખુલાસા સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતો બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો. આ ડૉક્ટરે અનગઢ ગામની ૪૦ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાત બહાર આવી હતી. જેમાંથી ૭થી વધુ મહિલા દર્દીઓ સાથેના ૨૫ વીડિયો વાયરલ થયા હતા. જો કે, પોલીસ તપાસમાં ડોકટરના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓનો આંક તેનાથી પણ ઉપર જાય તેવી સંભાવના છે.

(9:11 pm IST)