Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ચાંદખેડામાં પ્રેમીએ લગ્નના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું : લગ્નનો ઇનકાર કરતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો

ચાંદખેડા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ : આરોપી હેનીલ અને યુવતી છેલ્લા 3 વર્ષથી એકબીજાના સંપર્ક માં હતા :ઘરે એકલો રહેતો હોય જેનો લાભ લઈને પ્રેમિકાને ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું

અમદાવાદ :ચાંદખેડામાં પ્રેમીએ લગ્નના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. યુવતી સાથે લગ્નનો ઇનકાર કરતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચાંદખેડા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ હતી. પોલીસ કસ્ટડીના જોવા મળતા આરોપી હેનીલ વાઘેલાએ પ્રેમના નામે બેવફાઈ કરી હતી. જેના કારણે પ્રેમિકાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

કોલેજમાં એક યુવતી સાથે મિત્રતા કરી અને ત્યાર બાદ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. હેનીલ યુવતીને લગ્નના સપના બતાવ્યા અને પોતાના ઘરે લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમ સંબંધ દરમિયાન યુવતીએ હેનીલને લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરીને યુવતી સાથે સંબંધ ખતમ કરી દીધા હતા. જેથી મનમાં લાગી આવતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે હેનીલ વાઘેલા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

આરોપી હેનીલ અને યુવતી છેલ્લા 3 વર્ષથી એકબીજાના સંપર્ક માં હતા. હેનીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. એક સ્કૂલ બહાર બન્નેની મુલાકાત થઈ હતી અને એકબીજા સાથે મોબાઈલની આપ લે કરી હતી. ત્યાર બાદ બન્ને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. આરોપીના માતા પિતા બન્ને નોકરી કરતા હોવાથી ઘરે એકલો રહેતો હતો. જેનો લાભ લઈને પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ આરોપીને યુવતી સાથે લગ્ન નોહતા કરવા. એતો બસ મોજશોખ માટે જ સબંધ રાખવા માંગતો હતો. યુવતીએ જ્યારે લગ્નનું દબાણ કર્યું તો આરોપીએ તેની સાથે સંબંધ પૂરા કરી દીધા. પ્રેમીના ધૂતકાર અને અપમાનજનક વર્તનથી કંટાળીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધ્યો.

ચાંદખેડા પોલીસે દુષ્કર્મને લઈને આરોપી હેનીલની ધરપકડ કરી લીધી અને મહત્વના પુરાવા મેળવવા આરોપીનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ઘટના સ્થળે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(12:27 am IST)