Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ફોક્સવેગનની વર્ટૂસ નવ જૂને ભારતીય બજારમાં લોન્ચ થશે

ફોક્સવેગન નવી વૈશ્વિક સેડાનના વિશિષ્ટ પ્રીવ્યૂનું આયોજન : ભારતમાં આવેલા ૧૫૨ સેલ્સ ટચપોઈન્ટ્સ અથવા ફોક્સવેગન ઇન્ડિયાની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ વર્ટૂસનું પ્રી-બુકિંગ થઈ શકશે

અમદાવાદ , તા.૧૮ : ગ્રાહકોને સંપૂર્ણપણે નવી વર્ટૂસનો અનુભવ કરાવવા માટે ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાએ, ગુજરાત રાજ્યમાં તેના ૧૦ વેચાણ ટચપોઇન્ટ્સ પર તેની આકર્ષક, આનંદદાયક, જર્મન-એન્જિનિયર્ડ, નવી વૈશ્વિક સેડાનના વિશિષ્ટ પ્રીવ્યૂનું આયોજન કર્યું છે. ભારત ૨.૦ પ્રોજેક્ટ હેઠળ વર્ટૂસ આ બ્રાન્ડની બીજી પ્રોડક્ટ છે, જે ૯ જૂન ૨૦૨૨ ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલ બ્રાન્ડને

ભારત ૨.૦ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની દિશામાં એક પગલું આગળ વધારે છે.

આ પ્રીવ્યૂ દ્વારા અમદાવાદના ગ્રાહકોને, વર્ટૂસ માર્કેટમાં લોન્ચ થાય તે પહેલાં જ તેનો અનુભવ કરવાની એક્સક્લુઝિવ તક પ્રાપ્ત થશે. આ કારલાઇનની સાથે સાથે ગ્રાહકોને તેની નવી બ્રાન્ડ ડિઝાઇન લેંગ્વેજનો એક અનોખો ફોક્સવેગનનો અનુભવ પણ પ્રાપ્ત થશે, જે વધુ વાઇબ્રન્ટ, આધુનિક, આમંત્રિત, ડિજિટલી કનેક્ટેડ અને માનવીય છે.

ડિજિટલાઇઝ્ડ સોલ્યુશન્સ, જે સુલભતા અને સુવિધામાં વધારો કરે છે.

ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વૃદ્ધિની દ્રષ્ટિએ અમદાવાદ ફોક્સવેગન ઇન્ડિયા માટેના મુખ્ય બજારોમાંનું એક છે. અને અમે શહેરમાં અમારા ગ્રાહકોને સંપૂર્ણ-નવી ફોક્સવેગન વર્ટૂસ પ્રદર્શિત કરી અને તેમને સેડાનનો સ્વાનુભવ ઉપલબ્ધ બનાવીને રોમાંચિત છીએ, જે ખાસ કરીને તેમની જરૃરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે તેના શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ફીચર્સ, ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને ઉત્કૃષ્ટ પ્રભાવ સાથે, આ કારલાઇન આ ક્ષેત્રમાં અમારા ગ્રાહકોને પ્રભાવિત કરશે.

ગ્રાહકો ભારતમાં આવેલા ૧૫૨ સેલ્સ ટચપોઈન્ટ્સ પરથી અથવા ફોક્સવેગન ઇન્ડિયાની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ પ્લેટફોર્મ દ્વારા  ફોક્સવેગન વર્ટૂસનું પ્રી-બુકિંગ કરાવી શકે છે.

 

 

(7:55 pm IST)