Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વડોદરાના હરણી વિસ્તારમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરાઃ હરણી વિસ્તારમાં પોલીસે રિક્ષામાંથી પકડેલા દારૃના જથ્થાની તપાસ દરમિયાન રાજસ્થાનથી બસમાં દારૃની ખેપ મારવામાં આવતી હોવાની વિગતો બહાર આવી છે.

હરણી પોલીસ સ્ટેશનના સાંઇદીપ નગર નજીક એક રિક્ષામાં દારૃની હેરાફેરી કરવામાં આવનાર હોવાની વિગતોને પગલે હરણી પોલીસે વોચ રાખી રિક્ષામાંથી રૃ.૪૩ હજારની કિંમતની શરાબના ૪૮૦ નંગ પાઉચ સાથે પવનકુમાર ઉર્ફે રાજ રમેશચંદ્ર ખટીક( બાપા સીતારામ સોસાયટી, આજવારોડ મૂળ રહે.ચિત્તાડગઢ) પકડાયો હતો. પોલીસની તપાસ દરમિયાન દારૃનો જથ્થો રાજસ્થાનના અનિલ મેઘવાલે બસમાં લાવીને લોકેશ ખટીક(ખોડિયાર નગર, ન્યુ વીઆઇપી રોડ)ને પહોંચાડવા માટે આપ્યો હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે  બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

(6:38 pm IST)