Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આ મહિનામાં ગુજરાતના કોઈ- કોઈ ભાગોમાં પ્રિમોન્‍સૂન વરસાદ પડશેઃ આજે કાલે પણ શકયતા

રવિવારે સુધી સવારે વાદળો છવાયેલા રહેશે, કયાંક હળવો વરસી જાય

ᅠરાજકોટઃ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વિજળીના કડાકા- ભડાકા સાથે વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્‍ટમ્‍સ બની છે. જેના લીધે દક્ષિણ ભારતના રાજયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્‍ટમ્‍સ ગુજરાત તરફ ગતિ કરી રહી છે. જેના ભાગરૂપે આજે રાજયના તુલસીશ્‍યામ, ગીરગઢડા, જામવાલા, સાસણગીર, ઉપલેટા, રબારીકા, જેસર અને તેની આસપાસના વિસ્‍તારોમાં વાદળો છવાશે. વરસાદની પણ શકયતા છે.
જયારે આવતીકાલે ગોંડલ, અમરેલી, વેરાવળ, દામનગર, રાજુલા, પીપાવાવ, બારડોલી, વાપી, જુનાગઢ, ભાણવડ, પોરબંદરમાં હળવો વરસી શકે છે.
૨૨મી મે સુધી સવારના ભાગમાં વાદળો છવાયેલા રહેશે. કયાંક- કયાંક વરસાદની પણ શકયતા છે. ૨૪મીએ વડોદરા, વલસાડ, થાન, પાલનપુર, અમદાવાદ, મહેસાણા, દાહોદ ૨૫મીએ દાહોદ, ગોધરા, રાજપીપળા, સુરત, વ્‍યારા, ભરૂચ, વલસાડમાં વરસાદની શકયતા છે.

 

(3:59 pm IST)