Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સંતાનોને સંપતિ સાથે સંસ્‍કાર આપજો : મંગલસ્‍વરૂપ સ્‍વામી

ડેલી પાસે ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, બાપાની સંપતિ આટલી

રાજકોટ, તા. ૧૮ :  સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અરોડા ગામમાં શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના નૂતન મંદિરના ઉદ્‌્‌ઘાટન પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાન સંલગ્ન નીલકંઠધામ પોઇચાના યુવા વકતા શાષાી શ્રી મંગલસ્‍વરૂપદાસજી સ્‍વામીએ સંતાનોને સંપત્તિ સાથે સંસ્‍કાર આપવા અનુરોધ કર્યો હતો.
શ્રીમદ્‌્‌ ભાગવત કથા પારાયણના વ્‍યાસાસનેથી સંગીતમય મધુર શૈલીમાં શ્રી મંગલસ્‍વરૂપદાસજી સ્‍વામીએ જણાવેલ કે હજારો વર્ષોથી ભાગવત કથા થાય છે. છતા શ્રોતાઓકે વકતાઓ થાકતા નથી તે તેની વિશેષતા છે. ભાગવતમાંથી દરેક વખતે નવું જાણવા મળે છે. આ અંતરને ઢંઢોળવાની કથા છે. ભગવાન હંમેશા ભકતનું ધ્‍યાન રાખે છે. ભકિત દરેક જન્‍મમાં સાથે રહે છે. આત્‍મા-પરમાત્‍માને લક્ષમાં રાખી કરવામાં આવેલું કર્મ અમર થઇ જાય છે. સોનાનો કળશ તૂટે તો તેની ઘડામણની કિંમત જાય પણ સોનાની કિંમત ઓછી થતી નથી.
સ્‍વામીજીએ કહ્યું કે વડીલો સંતાનોને સંપત્તિ આપે તેની સાથે સંસ્‍કાર આપવા જરૂરી છે. સંસ્‍કાર હશે તો સંતાન સંપતિ બચાવી શકશે. સંપતિ કરતા સંસ્‍કાર મહત્‍વના છે.
દરેક કાળી રાત્રિ પછી તેજસ્‍વી સૂર્યોદય થાય છે. તેમ કષ્‍ટ વેઠયા પછી સાચુ સુખ મળે જ છે. સમયના ક્રમ મુજબ ઘડપણ આવે છે પણ ભગવાનને ભજીને ઘડપણની શોભા વધારવી જોઇએ.

 

(11:48 am IST)