Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુરત SOG દ્વારા ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને ઝડપ્યા

SOG પોલીસે ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

સુરત : સુરત શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થની તસ્કરી કરતા લોકો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. છતાં કોઈ ને કોઈ છુપી રીતે ગાંજાનો સપ્લાય કરવામાં આવે છે ત્યારે સુરત SOG દ્વારા ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. મહત્વનું એ છે કે, આરોપીઓ પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા પણ પોલીસ સકંજામાં આવી જતા SOG પોલીસે ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું અને નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે સતત કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરી ને સુરત SOG દ્વારા એક પછી એક કેસ કરવામાં આવે છે. સાથે નેટવર્ક તોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યારે સુરતમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે ઓડીશાથી ટ્રેન મારફતે કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સુરત સ્ટેશન બહાર આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી સુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુંલી, નારાયણ ધ્વીતીકૃષ્ના શાહુ તથા રાહુલ કુમાર રમેશ ચંદ્ર શાહુને ઝડપી પાડ્યા હતા. જે જાણે કોઈ મુસાફરો જોય તે રીતે ગાજો લઈને આવ્યા હતા.

રેલવે સ્ટેશનની બહારથી મુસાફરોની સ્વાગમાં આરોપીઓને ઝડપી પાડ્યા અને બાદમાં પોલીસે તેઓની પાસે રહેલી ટ્રોલી બેગ ચેક કરતા તેમાંથી 3 લાખની કિંમતનો 30 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીએ પણ થોડીવાર માટે ચોકી ગયા હતા જેથી પોલીસે ત્રણેય આરોપીની ધરપડક કરી 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળી કુલ 3.32 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓડીશાથી એક ઇસમે આપ્યો હતો અને તે સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા. પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. વધુમાં ગાંજાનો જથ્થો આપનાર ઇસમે પૈસા આપવાની લાલચ આપી ટ્રેનમાં આવવા જવાની સુવિધા પણ કરી આપી હતી.આ એક નવી મોડેન્ટ્સ ઓપરેન્ટિ લાવીને નશીલા પદાર્થ લાવામાં આવી રહ્યા છે બાદમાં ત્રણેય આરોપીઓને સુરતમાં ગાંજાની ડીલવરી માટે 5 હજાર રૂપિયા મળવાના હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થો મોકલનાર અને મગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 am IST)