Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજપીપળા શાક માર્કેટ માં શાકભાજીની દુકાનમાં 7 માણસો ભેગા કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના શાક માર્કેટમાં દુકાનમાં વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો અમલ ન કરનાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર પી.એમ પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર રાજપીપલા પો.સ્ટે ની ફરીયાદ મુજબ તેઓ સોમવારે સવારે 8.30 કલાકે જાહેરનામા બાબતેના ચેકિંગ માં નીકળ્યા હતા ત્યારે શાક માર્કેટમાં દુકાન ચલાવતા ફકીરભાઇ ખોડાભાઇ ભોઇ( રહે . ટેકરા ફળિયા રાજપીપલા) એ પોતાની દુકાનમાં સાત માણસો ભેગા કરેલ હોય જાહેરનામા ના ભંગ બદલ તેમની સામે ગુનો દાખલ થયો છે.

(10:18 pm IST)