Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજપીપળા રાજેન્દ્ર સ્કૂલ પાસે બે લાખ રૂપિયાની લેવડ દેવડ બાબતે માર મારી ધમકી આપનાર બે સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ની રાજેન્દ્ર સ્કૂલ પાસે રૂપિયાની લેવડ દેવડ બાબતે થયેલી માથાકૂટમાં માર મારી જાન થી મારી નાંખવાની ધમકી આપનાર બે વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
            પ્રાપ્ત વિગતો અનુસાર સલીમભાઇ બાબુભાઇ કુરેશી( રહે,શાક માર્કેટ, રાજપીપળા )એ આપેલી ફરીયાદ મુજબ તેમણે ૨૦૧૭ માં આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મંગલસિંહ વિજયસિંહ મોર્ય પાસેથી ઉછીના રૂ .૨.૦૦.૦૦૦ ( બે લાખ ) લીધેલા જે ૨૦૧૯ મા પરત આપી દિધેલ તેમ છતા મહેન્દ્રસિંહ દ્વારા પૈસા માંગ્યા કરતા હોય સોમવારે રાત્રે 8 કલાકે તેઓ રાજેન્દ્રનગર હાઇસ્કુલ પાસેથી મોટર સાયકલ ઉપર પસાર થતા હતો ત્યારે મહેન્દ્રસિંહ ઉર્ફે મંગલસિંહ વિજયસિંહ મોર્ય તથા મહિપાલસિંહ સરદાર સિંહ સેહલોત બન્ને( રહે.રાજપીપલા )ત્યાં મોટર સાયકલ ઉપર આવી ગમે તેમ ગાળો બોલી તુ અમારા પૈસા કેમ પાછા આપતો નથી તેમ કહી બન્ને એકદમ ગુસ્સામાં આવી જઇ સલીમ કુરેશી ને ઢીક્કાપાટુનો માર મારતા તેમણે બુમા - બુમ કરતા આ બન્ને જણા તું અમારા પૈસા આપી દેજે નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા.રાજપીપળા પોલીસે બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:12 pm IST)