Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાત્રે બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની એન્ટ્રી કરશે : પાલનપુર સહીત અનેક જિલ્લામાં વરસાદ શરૂ

ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ : 173 રૂના 650 શિડ્યુલ રદ કરાયા : વાવાઝોડું રાત્રીના 11 થી 12 કલાક વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે.

અમદાવાદ : હાલમાં વાવાઝોડું નબળુ પડી રહ્યું છે.જેમ જેમ વાવાઝોડું  આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.

, જેમ જેમ તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં વરસાદી માહોલ બનતા ઠંકડ પ્રસરી ગઈ છે. જો કે, તૌકતે વાવાઝોડાની તકેદારીના ભાગ રૂપે બનાસકાંઠા ST વિભાગ દ્વારા તમામ રૂટો બંધ કરાયા છે. ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ કરાઈ છે. 173 રૂના 650 શિડ્યુલ રદ કરાયા છે. વાવાઝોડા દરમિયાન કોઈ નુકસાન ના થયા તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બસો બંધ રાખવામાં આવશે.

બીજી તરફ પાટણ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાને લઇ વહીવટી તંત્ર એલર્ટ છે. પાટણના કલેક્ટરે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. કંટ્રોલ રૂમમાંથી સંમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. પાટણ જિલ્લામાંથી પણ આજે સાંજે અથવા રાત્રે તૌકતે વાવાઝોડું પસાર થવાની સંભાવના છે. તે દરમિયાન 20 થી 25 કિલોમીટરની ઝડપે પનવ ફૂંકાશે. પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં 80 થી 100 કિમી ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(8:23 pm IST)