Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

‘તૌકતે’ વાવાઝોડામાં વડતાલ ધામ અસરગ્રસ્તોની વ્હારે : રસોડું શરૂ કરાયું : 3 હજાર ફૂડ પેકેટ તૈયાર

‘તૌકતે’ વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થા માટે વડતાલ મંદિર દ્વારા આયોજન

અમદાવાદ : ‘તૌકતે’ વાવાઝોડાની આગાહીના પગલે રાજ્ય સરકારે પણ તકેદારીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાંથી 2 લાખ જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. તોફાની પવન સાથે આવેલા વરસાદના પગલે અનેક લોકોના મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. એવામાં વડતાલ ધામ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યું છે.

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ વડતાલ મંદિર દ્વારા “તૌકતે” વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડતાલ મંદિર દ્વારા ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મસાલા પુરી, ગાંઠિયા અને મીઠાઈ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્રણેક હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર થઈ ગયા છે. જેમાં મંદિર અને સત્સંગીઓએ સહિયારો પુરુષાર્થ કરીને સેવાનો લાભ લીધો છે.

આ અંગે ડૉ સંત સ્વામી મુખ્યકોઠારીશ્રીએ જણાવ્યું કે, આ સેવાનો અવસર છે. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય. વડતાલ સંસ્થા આવા સેવા કાર્યોને સૌભાગ્ય માને છે. અમારા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન મુજબ અમે આ સેવાઓ કરીએ છીએ.

વડતાર મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ, આજે સેવકોને પૂ નૌતમપ્રકાશદાસજી સ્વામી- સત્સંગ મહાસભા પ્રમુખશ્રી, પૂ ગોવિંદપ્રસાદ સ્વામી- મેતપુરવાળા વેગેરે સંતોએ સેવા કરતાં સેવકોને પ્રેરણાબળ પુરૂ પાડ્યું હતું. શ્યામવલ્લભ સ્વામી અને મુનિવલ્લભ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.

(7:19 pm IST)
  • કોરોનાને રોકવા માટે જે કરવુ પડે એ કરોઃ તમને ફ્રી હેન્ડઃ ટેસ્ટિંગ, ટ્રેકિંગ, વેકસીનેશનનો આપ્યો મંત્ર : વડાપ્રધાન મોદીએ દિલ્હી, બિહાર, કર્ણાટક સહિત ૧૦ રાજયોના જીલ્લા અધિકારીઓને કર્યુ સંબોધન : અચકાયા વગર સંપૂર્ણ પ્રયત્ન કરો, મારા તરફથી બધી છૂટ છેઃ મોદીએ અધિકારીઓને ગણાવ્યા ફિલ્ડ કમાન્ડર access_time 3:51 pm IST

  • ઉના તાલુકામાં ૧રપ કિ.મી. ઝડપે પવન સાથે ૪ થી પ ઇંચઃ ભારે નુકસાનીઃ જાનહાની નથી : નવાબંદર સૈયદ રાજપરા કાંઠે ૮ થી ૧૦ મોંજા ઉછળ્‍યાઃ કાચા મકાનો-વૃક્ષો પડી ગયાઃ મકાનો ઉપર પતરા ટાંકી તથા સોલાર સીસ્‍ટમ ઉડી ગઇઃ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાઃ આજે સવારે મધ્‍યમ પવન access_time 12:35 pm IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST