Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

અમદાવાદમાં કમોસમી વરસાદે તંત્રને ઉઘાડું કર્યું : ચોમાસા પહેલા રસ્તામાં ગાબડાં પડ્યા

ભૈરવનાથ રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અને વસ્ત્રાપુરના હિમાલયા મોલ રોડ ઉપર ભુવો પડ્યો

અમદાવાદ:  શહેરમાં બે દિવસથી જામેલા કમોસમી વરસાદના કારણે ભુવાની મૌસમ આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં બે દિવસમાં બે ભૂવા પડી ચુક્યા છે. ગઈકાલે અમદાવાદ શહેરના ભૈરવનાથ રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ભુવો પડ્યો હતો. આજે વસ્ત્રાપુરના હિમાલયા મોલ રોડ ઉપર ભુવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિ. તંત્રએ ભુવાને બેરીકેટ લગાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 100થી વધુ નાના મોટા ભૂવા પડે છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ભૂવા પડવાની સમસ્યા રોકવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવતા નથી.

આ વખતે તો ચોમાસુ બેસે તે પહેલા તૌટે વાવોઝોડાની અસરના પગલે બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે, બે દિવસમાં બે ભૂવા પડી ચુક્યા છે. અમદાવાદ શહેરમાં વિવિધ સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા રોડ ખોદવામાં આવે છે પછી યોગ્ય વોટરિંગ ન કરાતા ભૂવા પડવાની સમસ્યા વકરે છે.

(7:06 pm IST)
  • અમદાવાદમાં સવારથી ધીમીધારે ચાલુ : વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છેઃ વ્‍હેલી સવારથી પવનની સાથોસાથ ધીમીધારે વરસાદ ચાલુ છે access_time 11:08 am IST

  • વાવાઝોડાએ દિવમાં તબાહી સર્જીઃ ૧૩૦ની સ્‍પીડે પવન ફૂંકાયો : બસ સ્‍ટેન્‍ડ, બંદર ચોક સહિતના વિસ્‍તારોમાં દરિયાના પાણી ઘુસ્‍યા : ૪૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી access_time 1:37 pm IST

  • કોરોનાને રોકવા માટે જે કરવુ પડે એ કરોઃ તમને ફ્રી હેન્ડઃ ટેસ્ટિંગ, ટ્રેકિંગ, વેકસીનેશનનો આપ્યો મંત્ર : વડાપ્રધાન મોદીએ દિલ્હી, બિહાર, કર્ણાટક સહિત ૧૦ રાજયોના જીલ્લા અધિકારીઓને કર્યુ સંબોધન : અચકાયા વગર સંપૂર્ણ પ્રયત્ન કરો, મારા તરફથી બધી છૂટ છેઃ મોદીએ અધિકારીઓને ગણાવ્યા ફિલ્ડ કમાન્ડર access_time 3:51 pm IST