Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધારે અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી

વિના વિલંબે રાહતકાર્યો અને જીવનજરૂરી વ્યવસ્થાઓના રિસ્ટોરેશન માટે સૂચનાઓ આપી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધારે અસર પામેલા પાંચ જિલ્લાઓના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે નુકશાનીની  અને રાહત તથા બચાવકાર્યોની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિના વિલંબે રાહતકાર્યો અને જીવનજરૂરી વ્યવસ્થાઓના રિસ્ટોરેશન માટે સૂચનાઓ આપી હતી.

 

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ કરીને તેમણે તમામ જિલ્લા કલેકટરો સાથે વાત કરી હતી. આજે સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ કજકુમાર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ,  મુખ્યમંત્રીના સચિવ  અશ્વિનીકુમાર, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વીવેદી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવા, રાહત કમિશનર  હર્ષદ પટેલ, ઉચ્ચ સનદી અધિકારીઓ, NDRF  સહિત વિવિધ  વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:55 pm IST)