Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડુ અમદાવાદમાં ત્રાટકશેઃ વાસણા બેરેજના ૨ દરવાજા ખોલાયા

અમદાવાદ, તા.૧૮: તૌકતે વાવાઝોડુ હવે ગુજરાતમાં આગળ વધી રહ્યુ છે અને અમદાવાદ તરફ આવી રહ્યુ છે. અમદાવાદથી તૌકતે વાવાઝોડુ ૨૧૦ કિલોમીટર દૂર છે.

તૌકતે વાવાઝોડાને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ખ્પ્ઘ્) સજ્જ બની ગયુ છે. બેથી ત્રણ કલાકમાં તૌકતે વાવાઝોડુ અમદાવાદમાં ટકરાશે. વાવાઝોડાને પગલે સાબરમતી નદીનું લેવલ ઓછું કરવામાં આવ્યુ છે. વાસણા બેરેજના ૨૦ અને ૨૩ નંબરના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વાવાઝોડા પહેલા ૧૩૩માંથી ૧૩૦ ફૂટ લેવલ કરવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને વિરમગામ તેમજ બાવળા, માંડલ, દેત્રોજ, ધોળકા અને દસક્રોઇ તાલુકામાંથી આ વાવાઝોડુ પ્રસાર થઇ શકે છે જેને કારણે તંત્ર દ્વારા બપોરના ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કારણ વગર ઘરની બહારના નીકળવાની સુચના આપવામાં આવી છે.

(3:21 pm IST)