Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સુરતમાં વાવાઝોડાના પવને ૨૯ વૃક્ષોનો કડુસલો બોલાવ્યો

વૃક્ષો નીચે દબાયેલ વાહનોને બહાર કાઢવામાં આવ્યા:કોઈ જાનહાની નથી

સુરતમાં તૌકતે વાવાઝોડાની અસરરૂપે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતા સવાર સુધીમાં ૨૯ ઝાડ તૂટી પડવાનાં બનાવો બન્યા છે: અઠવા ઝોનમાં ૬ સ્થળોએ; રાંદેર ઝોનમાં ૮ સ્થળોએ; વરાછા ઝોન-એ માં ૨ સ્થળોએ; કતારગામ ઝોનમાં ૨ સ્થળે; સેન્ટ્રલ ઝોનમાં ૭ સ્થળોએ; લિંબાયત ઝોનમાં ૨ સ્થળોએ;
ઉધના ઝોનમાં ૨ સ્થળોએ વૃક્ષો ધરાશયી થયા. ઝાડ કાપી  રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ ; વૃક્ષો નીચે દબાયેલ વાહનોને બહાર કાઢવામાં આવ્યા:કોઈ જાનહાની નથી

(12:39 pm IST)