Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સુરત દક્ષિણ ગુજરાતમાં તોફાની પવને ખેડૂતોની દશા બગાડી: ડાંગર, કેરી અને શેરડીના પાક.માં ૧૦૦ કરોડનું અંદાજીત નુકસાન

સુરત: તૌકતે વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે.
ભારે પવન સાથે વરસાદ પડતાં ઉનાળુ  ડાંગર પક્વતા ખેડૂતોને ૧૦૦ કરોડથી વધુ નુકશાન થયાનો અંદાજ છે. કાપણી દરમ્યાન જ વરસાદ પડતાં પાકને મોટું નુકશાન. ડાંગરનો પાક ખેતરમાં જ સાફ થઈ ગયો, જ્યારે શેરડીનો પાક હજુ ખેતરમાં ઉભો છે. માત્ર ઓલપાડ તાલુકામાં હજારો હેકટરમાં શેરડીની કાપણી બાકી છે તેને વ્યાપક નુકશાન થયાની ભીતિ. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ બહુ મોટું નુકસાન થયું છે.
અસંખ્ય ગામોમાં તોફાની પવનને લીધે કેરી ખરી પડતા જંગી નુકસાન.

(12:36 pm IST)