Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજયમાં તાઉ'તે વાવાઝોડાની પરિસ્‍થિતિમાં અગમચેતીના પગલાથી લોકો સલામત છે : અધિક મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર

ગાંધીનગર,તા. ૧૮: રાજયના મહેસુલ અધિક મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર એ વાવાઝોડાની મીડિયાને મોડી રાત્રે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સાયકલોનᅠ રાજયમાં રાત્રે આશરે ૯:૦૦ કલાકે ઉના પાસે લેન્‍ડફોલ થયું છે. એ વખતે એની ગતિ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક હતી. સૌથી વધારે જાફરાબાદ અને પીપાવાવમાં ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિᅠ હતી. એ વખતે માનનીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્‍ટેટ કંટ્રોલરૂમમાં ઉપસ્‍થિત રહીને વાવાઝોડાની ગતિવિધિનું મેનેજમેન્‍ટનું સંચાલન કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ અસરગ્રસ્‍ત જિલાઓના કલેકટરો સાથે સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્‍યું હતું અને અમુક વખત તે અમુક તાલુકાઓમાં મહામંથન કરવામાં આવ્‍યું હતું. અમુક જગ્‍યાએ વિજળીનાં થાંભલા પડી ગયા હતા. વૃક્ષો તુટીનેᅠ રસ્‍તા પર આવી ગયા હતા. જયારે કોવિડ હોસ્‍પિટલમાંᅠ કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો થયો નથી.

આમ, આ સાયકલોનમાં પવન સાથે દરિયાના મોઝા ૫ થી ૬ મીટર ઊંચા જોવા મળ્‍યા હતાં. અત્‍યાર સુધી કોઇપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર આવ્‍યા નથી.લોકો સલામત છે એની અમને ખાત્રી છે.

લેન્‍ડફોલ રાત્રે ૯:૦૦ વાગ્‍યા પછી આપણા રાજયની અંદર આગળ વધી રહી છે ત્‍યારે આઈ (કેન્‍દ્ર )સંપૂર્ણ રીતે પસાર થયું નથી. અત્‍યારે રાત્રેᅠ ૧:૩૦ વાગ્‍યા પછી રાજયની અંદર આવશે અને તે પછી આગળ વધશે.

સૌથી વધારે પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો ધારી, જાફરાબાદ,અમરેલી, રાજુલા ,મહુવા અને સુરેન્‍દ્રનગર વગેરે હતા. પણ ઉના અને ગીર ગઢડા તાલુકાઓમાં સૌથી વધારે અસર થઇ હતી. જયાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંતᅠ પવનની સાથેᅠ સાથે ભારે વરસાદ પણ થયેલ છે . જેમાં રાજયનાં ૨૧ તાલુકા માં એક ઈંચથી વધારે વરસાદ થયેલ છે .જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં થયો છે.જયારે ઉનામાં ૧૩૧મી.મી ,ખાંભામાં ૧૧૦ મી.મી, મહુવામાં ૮૬ મી.મી અને સાવરકુંડલામાં ૭૨મી.મી વરસાદ નોંધાયો હતો.

હવે અત્‍યારે જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી રાજકોટ ,બોટાદ જુનાગઢ,મોરબી ,પાટણ, સુરેન્‍દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમᅠ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશેᅠ એમ જાણકરી આપવામાં આવશે.

આવતીકાલ સાંજ સુધીમાં ચક્રવાત રાજયમાંથી પસાર થઈ રહ્યું છે એટલે આજે રાત્રે અને આવતીકાલ આખો દિવસᅠ નાગરિકોને કેરફૂલ રહીને સાવચેતીᅠ રાખે તેવી રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર તેમજ અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:44 am IST)
  • તૌકત્તે વાવાઝોડા અસર:વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારે પણ અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.તિથલના દરિયા કિનારે કાચા સ્ટોલના છત પણ ઉડી ગઈ હતી. અને સ્ટોલ ધારકોનો સામાન રાત્રે પણ વેરવિખેર થઈ ગયો હતો.(કાર્તિક બાવીશી ) access_time 9:55 am IST

  • વાવાઝોડુ ‘તૌકતે’ હજુ પણ ૧૨૦-૧૩૦ કિ.મી. ઝડપે આગળ ધસમસી રહ્યા છે : તૌકતે વાવાઝોડું હજુ પણ ભારે તોફાની ૧૨૦-૧૩૦ કિ.મી.ની ઝડપે (ઝાટકાની ગતિ ૧૪૦ કિ.મી.) સવારે ૬ વાગ્યે અમરેલીથી ઉત્તર, ઉત્તર પૂર્વમાં ૮૫ કિ.મી. ફૂંકાઈ રહ્યાનું ૧૧ વાગ્યે હવામાન ખાતાઍ જાહેર કર્યુ છે. પ્રતિ કલાક ૧૧ કિ.મી. ઝડપે આગળ વધે છે. જા કે તેની આંખ વિખાવા લાગી છે અને નબળુ પડી રહ્યા છે. access_time 12:46 pm IST

  • વેક્સીન માટે હજુ રાહ જાવી પડશે : સેન્ટરો ખોલવા માટે હજુ સુધી સરકારનો કોઈ આદેશ નહિં : રાજય સરકારે વાવાઝોડાને કારણે તા.૧૭ અને ૧૮ ઍમ બે દિવસ માટે કોરોના વેક્સીન મૂકવાના સેન્ટરો બંધ રાખવા આદેશ કરેલ : આ આદેશ બાદ હજુ સુધી વેક્સીન સેન્ટરો ખોલવા માટે કોઈ આદેશ નથી : નવો આદેશ આવે ત્યાં સુધી મનપા વેક્સીન સેન્ટરો ખોલશે નહિં access_time 4:58 pm IST