Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે નું આગમન :વલસાડ તિથલ દરિયો ગાંડોતૂર :તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારે પણ અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.તિથલના દરિયા કિનારે કાચા સ્ટોલના છત પણ ઉડી ગઈ હતી. અને સ્ટોલ ધારકોનો સામાન રાત્રે પણ વેરવિખેર થઈ ગયો હતો.વલસાડ તિથલ દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની અસરને લઈને દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો .રાત્રે પણ વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો હતો .રાત્રે પણ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. સાંજથી રાત સુધીમાં વલસાડ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ વરસ્યો હતો.

(9:56 am IST)
  • વિજયભાઈના વડપણ હેઠળ હાઈલેવલ મીટીંગનો ધમધમાટ : ૧૪ કોસ્ટલ જિલ્લાઓની સ્થિતિ અંગે થયું આલકન : ૪૨૩૧ ગામડામાં અંધારપટ : ૧૯૫૮માં પુરવઠો શરૂ : ૩૫૦૨ ફીડર ડેમેજ થયા : ૧૦૭૭ થાંભલાને નુકશાન : ૨૫ ટ્રાન્સફોર્મર ખોરવાયા : અમરેલી - ભાવનગર અને ગીર સોમનાથ સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લા બન્યા access_time 12:47 pm IST

  • વેક્સીન માટે હજુ રાહ જાવી પડશે : સેન્ટરો ખોલવા માટે હજુ સુધી સરકારનો કોઈ આદેશ નહિં : રાજય સરકારે વાવાઝોડાને કારણે તા.૧૭ અને ૧૮ ઍમ બે દિવસ માટે કોરોના વેક્સીન મૂકવાના સેન્ટરો બંધ રાખવા આદેશ કરેલ : આ આદેશ બાદ હજુ સુધી વેક્સીન સેન્ટરો ખોલવા માટે કોઈ આદેશ નથી : નવો આદેશ આવે ત્યાં સુધી મનપા વેક્સીન સેન્ટરો ખોલશે નહિં access_time 4:58 pm IST

  • સુરતમાં વાવાઝોડાના પવને ૨૯ વૃક્ષોનો કડુસલો બોલાવ્યો : સુરતમાં તૌકતે વાવાઝોડાની અસરરૂપે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતા સવાર સુધીમાં ૨૯ ઝાડ તૂટી પડવાનાં બનાવો બન્યા છેઃ અઠવા ઝોનમાં ૬ સ્થળોઍ; રાંદેર ઝોનમાં ૮ સ્થળોઍ; વરાછા ઝોન-ઍ માં ૨ સ્થળોઍ; કતારગામ ઝોનમાં ૨ સ્થળે; સેન્ટ્રલ ઝોનમાં ૭ સ્થળોઍ; લિંબાયત ઝોનમાં ૨ સ્થળોઍ; ઉધના ઝોનમાં ૨ સ્થળોઍ વૃક્ષો ધરાશયી થયા. ઝાડ કાપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ ; વૃક્ષો નીચે દબાયેલ વાહનોને બહાર કાઢવામાં આવ્યા : કોઈ જાનહાની નથી. access_time 12:47 pm IST