Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ટંકારી ગામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોટા નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ટંકારી ગામની યુવતી એ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ ટંકારી ગામમાં રહેતા સુરેશભાઇ ફતેસિંગભાઇ તડવીએ આપેલી ફરીયાદ અનુસાર તેમની દીકરી તેજલબેન સુરેશભાઇ તડવી (ઉ.વ .૧૯) એ રવિવારે સવારે પોતાના ઘરે અગમ્ય કારણસર પોતાની જાતે જ ઝેરી દવા પી જતા તેને સારવાર માટે લઇ જતા સેગવા તથા ડભોઇ ગામની વચ્ચે જ તેનું મોત નીપજ્યું હોય રાજપીપળા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)