Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોડીરાત્રે દરિયા કાંઠાના જિલ્લાઓ વલસાડ,ગીરસોમનાથના કલેકટરો-અધિકારીઓ સાથે ટેલિફોનિક હોટ લાઈન પર વાતચીત કરી

વિંજ પુરવઠો જળવાઈ રહે, કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કોઈ રૂકાવટ ના આવે, ઝીરો કેઝ્યુઆલિટી અભિગમથી સતત સતર્ક રહેવા રહેવા સૂચના

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવી  રહેલા વાવાઝોડાની સ્થિતિની રજેરજની માહિતી સ્વયં દરિયા કાંઠાના જિલ્લાઓ વલસાડ અને ગીર સોમનાથના કલેકટરો અને અધિકારીઓ સાથે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાંથી મોડી રાત્રે ટેલીફોનીક હોટ લાઈન દ્વારા વાતચીત કરીને મેળવી હતી.

તેમણે ખાસ વિંજ પુરવઠો જળવાઈ રહે, કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કોઈ રૂકાવટ ના આવે  વગેરે બાબતને અગ્રતા આપી ઝીરો કેઝ્યુઆલિટી અભિગમથી સતત સતર્ક રહેવા અને તેમના જિલ્લાની સ્થિતિની માહિતી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં  પહોચાડતા રહેવા સૂચના પણ આપી હતી

(10:38 pm IST)