Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાત્રે ગાંધીનગરના કંટ્રોલરૂમ પહોંચ્યા : સંભવિત વાવાઝોડાની છેલ્લામાં છેલ્લી સ્થતિનો તાગ મેળવ્યો : દરિયાકાંઠાના જિલ્લાઓ સહીત રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા કલેકટરો સાથે વિડિઓ કોન્ફ્રસિંગ કરી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડાની સ્થિતિની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠાના જિલ્લાઓ સહિત રાજ્યની સ્થિતિની સમીક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ થી કરી હતી

મુખ્ય સચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસ નાથન  મહેસૂલ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠક માં જોડાયા છે

(8:57 pm IST)