Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

એન્જિનિયરિંગની ૬૫ ટકા બેઠકો ખાલી રહેશે : રિપોર્ટ

૨૬ હજાર વિદ્યાર્થીઓ જ ૪૦ ટકાથી વધુ લાવ્યા : ગયા વર્ષે એન્જિ. માટે ૩૧,૦૦૦ રજિસ્ટ્રેશન થયા હતા જેમાં આ વર્ષે ૧૫ ટકાનો ઘટાડો થવાની વકી છે : રિપોર્ટ

અમદાવાદ, તા. ૧૮ : વખતે ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ સાત વર્ષમાં સૌથી નીચું આવતાં રાજ્યમાં આવેલી એન્જિનિયરીંગ કોલેજોની ૬૫ ટકા બેઠકો ખાલી પડી રહેશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસના જણાવ્યા અનુસાર, વર્ષે ગ્રુપમાં માત્ર ૨૬,૨૮૭ વિદ્યાર્થી ૪૦ ટકાથી વધારે માર્ક્સ લાવ્યા છે. એન્જિનિયરીંગમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં ૪૫ ટકાથી વધુ માર્ક્સ હોય તેમને એડમિશન મળે છે. ગયા વર્ષે એન્જિનિયરીંગ માટે ૩૧,૦૦૦ રજિસ્ટ્રેશન થયા હતાં. જેમાં વર્ષે ૧૫ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. સૂત્રોનું માનીએ તો, વખતે પરિણામ એટલું નીચું આવ્યું છે કે સરકારે એડમિશન માટે લાયકાત ઘટાડવી પડશે. રાજ્યમાં એન્જિનિયરીંગની ૭૨૮૦૦ બેઠકો છે.

          જોકે, જેટલા વિદ્યાર્થીઓ ૪૦ ટકાથી વધુ માર્ક્સ સાથે પાસ થયા છે તેમની સંખ્યાને ધ્યાનમાં લેતા વખતે ૨૬ ટકા બેઠકો ખાલી રહી શકે છે. એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા જેટલા ટકા લાવનારા ૨૭,૮૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૦૦૦-૧૫૦૦ આઈઆઈટી કે અન્ય પ્રિમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં જશે. જ્યારે બાકીના ૨૬૦૦૦ માંથી ૧૦ ટકા ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહાર જશે. સ્થિતિમાં એન્જિનિયરીંગ કોલેજોની ૭૦ ટકા બેઠકો ખાલી રહે તો પણ નવાઈ નહીં તેવું જાણકારોનું માનવું છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી કોલેજો માટે વિદ્યાર્થીઓ મેળવવું ખૂબ અઘરું બની જશે. સામાન્ય રીતે વિદ્યાર્થી અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરા અને ગાંધીનગરમાં ભણવાનું વધુ પસંદ કરતા હોય છે.

           તેવામાં વર્ષે અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી કોલેજોમાં પણ બેઠકો ખાલી રહે તેવી સંભાવના છે. ૨૦૧૯માં રાજ્યમાં ૪૦૦૦૦ થી વધુ બેઠખો ખાલી રહી હતી. ચાર કોલેજોમાં તો એકપણ એડમિશન નહોતું થયું. જો કે, વખતે આવી કોલેજોનો આંકડો ઓર વધશે. રાજ્યની એલ. ડી. એન્જિનિયરીંગ સિવાયની ટોચની આઠથી દસ કોલેજોમાં ૪૦૦૦ બેઠકો છે. જેમાં એડમિશન લેવું દરેક વિદ્યાર્થીની પ્રાથમિકતા રહેતી હોય છે.

(8:45 pm IST)