Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ગુજરાતમા પત્રકારો ઉપર થતા અત્યાચારના વિરોધમાં નર્મદાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

પત્રકાર ધવલ પટેલ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરી પત્રકારીતાના હકોનુ હનન કરતી ગુજરાત સરકાર સામે આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અમદાવાદના પત્રકાર ધવલ પટેલ ન્યુઝ ઓફ નેશન નામની ન્યુઝ વેબસાઈટ રન કરે છે, અને લોકો અને સમાજ ની સમસ્યાઓને વાચા આપવાની પોતાની સામાજિક જવાબદારી અદા કરે છે. ગત તા ૭ મી મેના રોજ સમાચાર પ્રસિદ્ધ કરેલ જેમા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરેલ સમાચાર બાબત દ્વેષ ભાવ રાખી એક વ્યક્તિ અને પત્રકાર તરીકેના વાણી સ્વાતંત્ર્ય ના અધિકારો ઉપર તરાપ મારી ધવલ પટેલ સામે રાજદ્રોહ નો ગુનો દાખલ કરી 11 મી મેના રોજ ધરપકડ કરવામા આવી હતી.
સરકારના આ કૃત્યથી આખાં દેશ સહીત ગુજરાતના પત્રકારોને ધક્કો લાગ્યો છે,અને ગુજરાત સરકાર સામે રોષ ઉભો થવા પામ્યો છે. ગુજરાત સરકારના શાશનમા પત્રકારોની કોઈ સલામતી રહી નથી, પત્રકારો ઉપર હુમલા થવા ષડયંત્ર રચી ફસાવવા પોલીસ વિભાગનુ પત્રકારો સાથે અન્યાય અને અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા ઉપર તરાપ સમાન છે જેને નર્મદા જીલ્લાના પત્રકારો સખત શબ્દોમા વખોડી કાઢે છે. અને માંગણી કરે છે કે પત્રકાર ધવલ પટેલ ને તાત્કાલીક જેલ મુકત કરવામા આવે અને એમની સામે નો કેસ પરત ખેંચવામાં આવે.આ આવેદન પ્રસંગે પત્રકાર ભરત શાહ,અયાજ આરબ,યોગેશ વસાવા, રાહુલ પટેલ,વિશાલ પાઠક,કનકસિંહ માત્રોજા,જયેશ ગાંધી,આશિક પઠાણ સહિત ના ઓ હાજર રહયા હતા.

(7:10 pm IST)