Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

બોરસદ તાલુકાના ભાદરણમાં સાંજના સુમારે કપચી ભરેલ કોથળીઓ હટાવવા બાબતે અંદરો અંદર થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:સામસામે પક્ષે હુમલામાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત:ગુનો દાખલ

બોરસદ: તાલુકાના ભાદરણ ગામે આવેલા શૈલેષનગરમાં ગઈકાલે સાંજના સુમારે કપચી ભરેલી કોથળીઓ હટાવી લેવાની બાબતે શખ્સોએ ગમે તેવી ગાળો બોલીને બેને લાકડીઓ તેમજ છુટા ઢેખાળા મારીને ઈજાઓ પહોંચાડતા અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મધુબેન પ્રવિણભાઈ સોલંકીએ ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના સુમારે રમીલાબેન અને ગીતાબેનને કપચી ભરેલી કોથળીઓ લઈ લેવાનું કહીને ગમે તેવી ગાળો બોલતાં મહેન્દ્રભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી મધુબેનનું ઉપરાણુ લઈને મીનાબેન અને મિત્તલબેન આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા.

(5:38 pm IST)