Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મહેમદાવાદ ના શીખવાડા વિસ્તારમાં નજીવી બાબતે મારામારીના બે બનાવમાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેમદાવાદ: શહેર માં આવેલ શીખવાડા વિસ્તારમાં રહેતાં માયાસીંગ શીખ ગત મોડી સાંજના ઘર બહાર ખાટલામાં બેઠાં હતાં. તે વખતે તેમના ફળીયામાં રહેતાં ગોવિંદસીંગ કિરપાલસીંગ શીખ, પેદુસીંગ આયાસીંગ શીખ, મનીન્દરસીંગ મોહનસીંગ શીખ અને અર્જુનસીંગ ઈશ્વરસીંગ શીખ ત્યાં આવીને દારૃ પી ને ફળીયામાં આવવું નહી તેમ કહી માયાસીંગ સાથે ઝઘડા કરવા લાગ્યા હતાં. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા ચારેયંએ માયાસીંગ પર લાકડી અને લોખંડના સળીયા વડે હુમલો કર્યોે હતો. ગોવિંદસીંગ શીખે છરી માયાસીંગના હાથ ઉપર મારી દેતાં માયાસીંગના પત્નિ સોનલકોર છોડાવવા વચ્ચે પડયાં હતાં. તે વખતે પેદુસીંગ શીખે સોનલકોર શીખને ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે સોનલકોર માયાસીંગ શીખની ફરિયાદને આધારે મહેમદાવાદ પોલીસે ગોવિંદસીંગ શીખ, પેદુસીંગ શીખ, મનીન્દરસીંગ શીખ અને અર્જુનસીંગ શીખ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામની સીમમાં પાસે-પાસે આવેલ બે ખેતરના માલિકો સોમાભાઈ મગનભાઈ સોઢા અને છત્રસિંહ સામંતસિંહ સોઢા વચ્ચે વાડ બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા છત્રસિંહ સોઢાએ ધારીયું મારી સોમાભાઈના હાથ ઉપર ઈજા પહોંચાડી હતી. તેમજ તેમના બે પુત્ર પીન્ટો અને ગડીયોએ સોમાભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે સોમાભાઈ સોઢાની ફરિયાદને આધારે મહેમદાવાદ પોલીસે છત્રસિંહ સોઢા, પીન્ટો સોઢા અને ગડીયો સોઢા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)