Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

તલોદમાંથી અગાઉ 2 કિલો આફિસ સાથે ઝડપાયેલ તલોદ સહીત સુરતના બે આરોપીના 6 દિવસના રિમાન્ડ અદાલતે મંજુર કર્યા

તલોદ:તલોદમાંથી ગુરૂવારે રાત્રે કીલોથી વધુ અફીણ સાથે ઝડપાયેલા તલોદ અને સુરતના (મૂળ બંને રાજસ્થાનના) બે આરોપીને તલોદની કોર્ટે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આગામી તા. ૨૩ મે ૨૦૨૦ના રોજ બપોરે ૧૧ કલાકે તેઓના રીમાન્ડની મુદત પુરી થશે.

તલોદનો સંતોષ ભાજીપાઉં વાળો પિન્ટુ રમેશભાઈ ડાંગી અને તેનો સાથી ભંવર ડાંગી - સુરત (મૂળ  રાજસ્થાન)નાઓ ગત તા. ૧૫- ની રાત્રે તલોદ પોલીસ અને એસ..જી.ના એક સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ ગયા હતા. પિન્ટુ ડાંગીની કારની આગળની ખાલી સાઈડની સીટ નીચેથી પોલીસને તલાશી દરમ્યાન ૨ કિલો ૧૭૭ ગ્રામ જેટલો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. મુદ્દામાલ અફીણ અને કાર સાથે બંને આરોપીઓને પોલીસે ઝડપી લઈનેઆરોપીઓને જેલની ભીતરમાં ધકેલી દીધા હતા. તેઓને ૨૪ કલાકમાં કોર્ટમાં રજુ કરવાના હતા. પરંતુ કોવિડ-૧૯ના વર્તમાન સમયમાં ગાઈડલાઇન મુજબ બંનેનો કોરોના ટેસ્ટ કરાવવાનો હતો. જે કરાવ્યા બાદ રીપોર્ટ નેગેટીવ આવતાં તપાસ અધિકારી સી.પી.આઈ. કે.એસ. બ્રહ્મભટ્ટએ આજે રવિવારે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રીમાન્ડની માંગ કરતાં કોર્ટ દિવસના (તા. ૨૩-) સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

(5:35 pm IST)