Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

લોકડાઉન વચ્ચે બનાસકાંઠાની થરાદની ખેડા ચેકપોસ્ટ પરથી દારૂ સાથે બે આરોપી ઝડપાયા

સૂકા ઘાસના ભૂંસાની આડમાં કરાતી દારૂની હેરાફેરી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર બીજા રાજ્યમાંથી ઘૂસાડવા માટે કોઇપણ રીતે પ્રયાસ કરવામાં આવતાં હોય છે. ત્યારે બનાસકાંઠાના થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે. ત્યારે ચેકપોસ્ટ પર સૂકા ઘાસના ભૂંસાની આડમાં કરાતી દારૂની હેરાફેરી સામે આવે છે. આ સાથે થરાદ પોલીસે દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(1:35 pm IST)