Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પરપ્રાંતીયોને વતન વળાવવામાં અમદાવાદ મોખરે, ૧૦૪ ટ્રેન (૧II લાખ) ઉપડી, હજુ પચાસેક ઉપડશે

કલેકટર કે.કે. નિરાલા અને અધિક કલેકટર હર્ષદ વોરાની રાહબરીમાં ગોઠવાયુ આયોજન

રાજકોટ તા.૧૮: સમગ્ર ગુજરાતમાંથી ૬લાખથી વધુ શ્રમિકોને ખાસ ટ્રેન માર્ગ પર  વતનના રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં અમદાવાદ જિલ્લો શ્રમિકો માટે ટ્રેન મોકલવામાં મોખરે રહ્યો છે. શનિવારે  સાંજ સુધીમાં ૧૦૪ ટ્રેન અમદાવાદથી યુપી, બિહાર વગેેરે રાજ્યો માટે ઉપડી છે. જેમા ૧.૪૬ લાખ શ્રમિકો ગયા છે. આવતા દિવસોમાં વધુ પચાસેક ટ્રેનો  દોડાવવાનું આયોજન થઇ રહ્યુ છે.  કલેકટર કે.કે. નિરાલા અને  નિવાસી  અધિક કલેકટર  હર્ષદ વોરાની રાહબરીમાં  વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

શ્રમિકોની નામ નોંધણી, શારિરીક ચકાસણી, બસ દ્વારા રેલ્વે સ્ટેશન પહોંચાડવા,  જમાડવા, ફુડ પેકેટ આપવા વગેરેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી યુપી માટે ૮૯, બિહાર માટે ૯, ઓરિસ્સા માટે ૩, છત્તીસગઢ માટે ૧, ઉત્તરાખંડ માટે ર ટ્રેન  દોડાવવામાં આવી છે. કુલ ૧૦૪ ટ્રેનોમાં ૧,૪૬,૬૦૩ શ્રમિકો ગયા છે. હજુ જવા માટેનો પ્રવાહ ચાલુ છે.

(1:12 pm IST)