Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

અમદાવાદમાં હેલ્થકાર્ડ કઢાવવા કરવો પડે છે રાતવાસો:લોકો ગાદલા-ગોદડા લઇને પહોંચ્યા

સબ ઝોનલ ઓફિસ બહાર રાતથી જ લોકોએ લાઇનો લગાવી દીધી

અમદાવાદ : શહેરમાંમાં સ્કૂલોમાં પ્રવેશ માટે પ્રષ્ઠિત સ્કૂલો બહાર રાતથી જ વાલીઓ લાઇનો લાગતા હોવાના દ્રશ્યો જોયા હશે. ત્યારે લોકડાઉનમાં અમદાવાદમાં લાઇનો લાગી હતી. હાલ શહેરમાં વિવિધ વિસ્તારોમાં શાકભાજીની લારી ધરાવતા લોકો, જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો સહિતના લોકોને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જે બાદમાં તેઓ પોતાની દુકાન શરૂ કરી શકે છે. નિકોલ વિસ્તારમાં પણ આ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે લોકો રાતથી જ હેલ્થ કાર્ડ લેવા માટે લાઇનમાં ગોઠવાઈ ગયા હતા. લોકો ગાદલા-ગોદડા લઈને પહોંચ્યા હતા

નિકોલ સબ-ઝોનલ ઓફિસ સહિત શહેરમાં હાલ હેલ્થ કાર્ડ આપવાની કાર્યવાહી શરૂ છે. આ દરમિયાન નિકોલ સબ ઝોનલ ઓફિસ બહાર રાતથી જ લોકોએ લાઇનો લગાવી દીધી હતી. લોકો રાતથી જ ગાદલો અને ગોદડા લઈને લાઇનમાં ગોઠવાઈ ગયા હતા. એટલે કે લોકોએ હેલ્થ કાર્ડ માટે આખી રાત રોડ પર જ વિતાવી હતી.

(12:37 pm IST)