Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ગુજરાત : પોલીસ કાર્યવાહી

હજુ સુધી ૨૫૩૬૨૭ વાહનોને મુક્ત કરાયા

અમદાવાદ,તા.૧૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીર્ધદ્રષ્ટીથી છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા આવે તેમ જ વરસાદી પાણીનો જળસંચય વધુ ને વધુ થાય અને તેના લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય તે આશયથી યોજાઈ રહેલા રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં આજ સુધીમાં ૯૬૬ કામો પૂર્ણ થયા છે અને ૪૬૮૮ કામો પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર  સુજલામ સુફલામ જળ અભિયાન ની વિગતો આપતા કહ્યું કે આ અભિયાન હેઠળ ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ યોજનાનો શુભારંભ વર્ષ ૨૦૧૮ માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ ખાતેથી કરાવ્યો હતો અને આ અભિયાન સતત ત્રણ દિવસ ચાલુ રહેશે એવું જાહેર કર્યુ હતું છે. છેલ્લા બે વર્ષમાં ૨૩૫૦૦ લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો તેથી પ્રેરાઈને આ અભિયાન પ્રતિવર્ષ યોજવાનું આયોજન કરાયું છે.

                  અશ્વિનીકુમારે ઉમેર્યુ કે સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કાનો શુભારંભ તા. ૨૦મી એપ્રિલથી શરૂ થયો છે અને આજ દિન સુધીમાં ૩૩ જિલ્લામાં ૯૧૬ કામો પૂર્ણ કરાયા છે અને ૪૬૮૮ કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીમાં ૧૪૭૭૬ JCB /HItachi, ૫૩૭૬૪ ટ્રેક્ટર ડમ્પર મળીને કુલ ૬૭,૯૪૦ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના મનરેગા હેઠળના જે કામો થાય છે તેમાં ૧૧,૪૨,૧૬૭ માનવદિન રોજગારીનું નિર્માણ થયું છે અને ૭૩,૫૯,૨૨૨.૯૧ ઘન મીટર જળસંચય થઈ શકે એટલા કામ પૂર્ણ થયા છે. રાજ્યમાં આ કામો ચાલી રહ્યા છે તેમાંથી નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

(9:40 pm IST)