Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સુરત જિલ્લામાં વધુ 46 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 1133 પર પહોંચ્યો

રવિવારે વધુ 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : ડિસ્ચાર્જ દર્દીઓનો કુલ આંકડો 734 થયો

સુરત :રાજ્યના સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 46 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા આંકડો 1133 પર પહોંચી ગયો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 35 અને જિલ્લામાં નવા 11 દર્દીઓ નોંધાયા છે.સુરત શહેરનો કુલ આંકડો 1055 પર અને જિલ્લાનો કુલ આંકડો હવે 78 પર પહોંચ્યો છે.સુરત શહેરમાં વધુ 2 મોત થતા મૃતકોનો કુલ આંકડો 51 પર પહોંચ્યો છે.જેમાં જિલ્લાના 1 મૃતકનો સમાવેશ થાય છે.

  સુરત શહેરમાં રવિવારે 31 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા શહેર-જિલ્લાનો ડિસ્ચાર્જ દર્દીઓનો કુલ આંકડો 734 પર પહોંચ્યો છે જેમાં જિલ્લાના 36 ડિસ્ચાર્જ દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં જે 2 દર્દીઓના મોત થયા છે તેમાં શહેરના સેન્ટ્રલ ઝોનના રુસ્તમપુરામાં રહેતા 54 વર્ષીય ખોજામા વાના કે જેઓને 5મી એપ્રિલે એડમિટ કરવામાં આવ્યા હતા તેમજ શહેરના લીંબાયત ઝોનના નીલગીરી સર્કલ પાસે રહેતા 65 વર્ષીય વાસુદેવ જગન્નાથ કોટવાલ કે જેઓને 8મી મે ના રોજ એડમિટ કરવમાં આવ્યા હતા તે બન્નેનો સમાવેશ થાય છે.

(9:50 pm IST)